સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. 
સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. 

વલસાડમાં કોરોના 
વલસાડ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થયો છે. વલસાડના ઉમરગામમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઉમરગામ તાલુકાના ડેહલીના માંગેલવાડના ૩૦ વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવકની 
કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે યુવકને દાખલ કરવામાં આવ્યો છે. 

તાપીમાં કોરોના 
તાપી તાપી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. તાપી જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તેમ છતાં કાષાબેન સેવનભાઈ ગામીત નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જોકે, હાલ વહીવટી તંત્ર દ્વારા આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news