હિતલ પારેખ/ગાંધીનગર :મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) ના બે કેસમાં વધારો થયો છે. એટલે કે કુલ કેસ કેસ 73 થયા છે. 55 વર્ષના એક પુરુષ દર્દી અમદાવાદના છે, તો અન્ય એક અન્ય એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે. 32 વર્ષના મહિલા ગાંધીનગરના છે. તો બીજી તરફ, પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઈન કુલ 19000 લોકો છે. આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમં આપી છે. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અમદાવાદ 23

  • સુરત 9

  • વડોદરા 9

  • રાજકોટ 10

  • ગાંધીનગર 11

  • ભાવનગર 6

  • કચ્છ-મહેસાણા-પોરબંદર 1-1-1

  • ગીર-સોમનાથ 2


73 કેસમાંથી 37 લોકલ ટ્રાન્સમિશનના
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સામે આવેલ 73 કેસમાંથી 37 લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદ, વડોદરા,સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર હોટ સ્પોટ કર્યા છે. સરકાર દ્વારા 10 લાખ નવા માસ્ક લેવામાં આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા ના તમામ લોકોને માસ્ક આપવામાં આવશે. પાંચ દર્દીઓ હકારાત્મક રીતે સારવાર લઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષથી ઉપરની ઉંમરના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર