હિતલ પારેખ, ગાંધીનગર: સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 30 કેસ નોંધાયા છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 29 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. પરંતુ આમ છતાં લોકડાઉનનું ચુસ્તપણે લોકો પાલન કરી રહ્યાં નથી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને ખાસ અપીલ કરી. તેમણે કહ્યું કે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે 31મી માર્ચ સુધી એક્સપોર્ટ લોકો એમ કહે છે કે કોરોનાનો વ્યાપ વધશે. એટલા જ માટે રાજ્ય સરકારે અમદાવાદ કે જ્યાં 13 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં આપણે lockdown કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ, બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી, પોલીસે કહ્યું-કાર્યવાહી થશે


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે lockdown નો મતલબ માત્ર વેપાર ધંધા બંધ નહીં પણ બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે. સ્વાભાવિક છે આ બધી વસ્તુ નવી છે આપણા મનને આપણે કેળવવું પડશે. હજુ તો ગઈકાલથી આ લડાઈમાં શરૂઆત થઈ છે. લોકો એમ માને કે ગઈકાલનું પત્યું એટલે પતી ગયું. ના માને તો ચાલે પણ ગઈકાલે 18 કેસ હતાં જે આજે ત્રીસ કેસ થયા છે. ન્યૂયોર્કમાં એક જ દિવસમાં પાંચ હજાર કેસ આવ્યા છે. આનો એક જ ઉકેલ છે સોશિયલ distance . કોઈને મળવું જ નહીં આજ તેનો ઉકેલ છે.



ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 30 કેસ, એકનું મોત, 29 દર્દી સારવાર હેઠળ


લોકોએ પોલીસ સાથે મગજમારી ન કરવી-રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં 30 કેસ થયા છે. લોકોએ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. પોલીસ ગાડીને રોકે છે. પોલીસ કામગીરી કરવી પડે. જો કોરોનાનો વ્યાપ વધશે તો પછી પસ્તાવાનો વારો આવશે.મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરી કે 31મી માર્ચ સુધી કુટુંબ સાથે રહો. કુટુંબ સાથે રહેવાનો ભગવાને આ સમય આપ્યો છે એ પ્રકારે પરિવાર સાથે રહીએ. ઘરની બહાર સ્વયંભૂ રીતે ન નીકળવું. ઘણા લોકો ફરવા નીકળી પડે છે આવું થશે તો કોરોના વધારે થશે સ્વયં શિસ્ત જાળવવી


વડોદરા: શ્રીલંકા ફરીને આવેલા દંપત્તિ સહિત ઘરના 4ના કોરોના રિપોર્ટ પોઝિટિવ, કુલ 6 કેસ 


તેમણે કહ્યું કે લોકો બિનજરૂરી હેરફેર બંધ કરે. પોલીસને કડક પગલાં લેવાની સૂચના અપાઈ છે. કોઈ વ્યક્તિ પોલીસ સાથે મગજમારી ન કરે. બિનજરૂરી આવવા-જવાનું મળવાનું આ બધાને રોકવું પડશે. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની ઘટ ન પડે. દૂધ અનાજ જે મળે છે એ રીતે જ મળશે. શાકભાજી પણ મળશે. મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની છૂટ આપી છે બેન્કિંગ પણ ચાલુ છે. સવાલ માત્ર આઠ દસ દિવસ બધાએ ભેગા થઈને જાળવી રહીએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube