તેજશ મોદી, સુરત : ચીનના વુહાનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે, ત્યાં જ અનેક લોકો તેની અસર હેઠળ હાલ સારવાર લઈ રહ્યા છે જે રીતે આ વાયરસ ફેલાઈ રહ્યો છે, તેને લઈને ડબલ્યુએચઓ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે ચીન બાદ હવે હોંગકોંગમાં પણ કોરોના વાઇરસની અસર દેખતા એક મહિનાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, મહત્વનું છે કે હોંગકોંગમાં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગુજરાતીઓ અને ભારતીયો રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોંગકોંગ સરકાર દ્વારા ૩જી માર્ચ સુધી વેકેશન જાહેર કરવામાં આવતા શિક્ષણ સંસ્થાઓ થી માંડીને તમામ ઉદ્યોગો એક મહિના માટે બંધ રહેશે જેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પણ થવાની છે સુરત ને તેની સૌથી વધુ અસર થશે કારણકે હોંગકોંગ અને સુરત વચ્ચે રફ અને પોલીશ્ડ હીરાની આયાત અને નિર્યાત મોટા પ્રમાણમાં થાય છે હોંગકોંગથી આવેલા રફ હીરા સુરતમાં પોલીશ્ડ થઈને પરત હોંગકોંગ જાય છે. આ ઉપરાંત પોલીશ્ડ ડાયમંડ માંથી બનેલી જ્વેલરી હોંગકોંગ એક્સપોર્ટ થાય છે આમ ૩૭ ટકા ડાયમંડ અને તેમાંથી બનેલી જ્વેલરી એક્સપોર્ટ થતી હોવાને કારણે સુરતને હોંગકોંગ બંધ રહેવાના કારણે નુકસાન થવાની પૂરી શક્યતા છે બીજી તરફ એક મહિનાનું વેકેશન હોવાના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગુજરાતીઓ ભારત પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. 


બીજી તરફ માર્ચ મહિનામાં આયોજિત ઇન્ટરનેશનલ જ્વેલરી એક્ઝીબીશન પણ સ્થગિત થાય તેવી શક્યતા છે જીજેઇપીસી ના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા નું કહેવું છે કે પહેલા હોંગકોંગમાં સ્થાનિક લોકોના આંદોલન ને કારણે હીરા ઉદ્યોગને મોટું નુકસાન થયું હતું આ સ્થિતિ હાલ શાંત થઈ છે ત્યારે કોરોના વાઇરસને કારણે ફરી એક વખત હીરા ઉદ્યોગને નુકસાન જાય તેવી સંપૂર્ણ શક્યતા છે જેની અસર આવનારા દિવસોમાં ઉદ્યોગને જોવા મળશે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube