હિતલ પારેખ/ગાંધીનગર :દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઇ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના લેટેસ્ટ આંકડા આપતા આરોગ્ય સચિવ જંયતી રવિએ જણાવ્યું કે, કોરોના વાયરસના નવા 127 કેસ આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં જ 50 નવા કેસ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2066 પર પહોંચી ગયો છે. જોકે, પહેલીવાર એવું બન્યું છે કે, અમદાવાદ કરતા અન્ય શહેરના નવા કેસના આંકડા વધુ હોય છે. આજે સુરતમાં 69 નવા કેસ નોંધાયા છે. આમ, સુરતમાં પણ હવે કોરોનાને મામલે સ્થિતિ વણસી રહી છે. 


ગાંધીનગરનો સૌપ્રથમ દર્દી એક મહિનાની સારવાર બાદ આખરે કોરોનામુક્ત બન્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"260791","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg","field_file_image_title_text[und][0][value]":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg","field_file_image_title_text[und][0][value]":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg"}},"link_text":false,"attributes":{"alt":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg","title":"1823e3f2-b6a5-44b6-bd8a-b165c8efac85.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ઘાટલોડિયા, યોગેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડા વિસ્તારના દર્દીઓ છે. તો સુરતમાં લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયતમાં નવા કેસ નોંધાયા છે. રાજકોટના તમામ નવા કેસ જંગલેશ્વર વિસ્તારના છે.


સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી


જયંતી રવિએ વધી રહેલા કેસ મામલે જણાવ્યું કે, બહારથી આવેલા લોકો હકીકત નથી કહેતા, જેથી વાત છુપાવનાર લોકો સામે કાર્યવાહી થશે. અધિકારીઓને તાકીદ જાણ કરવી જરૂરો છે, આ યુદ્ધ જેવી સ્થિતિ છે. સુપરિટેન્ડન્ટ પણ હોસ્પિટલમાં દરરોજ રિવ્યુ કરે છે. જોઈતી મદદ પણ કરીએ છીએ. ગાંધીનગરમાં અત્યારે એક પણ કેસ નથી પણ એનો અર્થ એ નથી કે આપણે કેઝ્યુઅલ બની જઈએ. ગંભીરતાથી જ લેવું પડે. ગાંધીનગર સહિત મહાનગરપાલિકાઓનો એક્ટિવ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. આજના નવા 66 એવા પોઝિટિવ લોકો છે, જે આરોગ્ય વિભાગ સાથે જ સીધી કે આડકતરી રીતે કોરોના વાયરસની સેવામાં જોડાયેલા છે. કેન્સરના દર્દીઓ માટે ઓપરેશન કરવા માટેની સૂચનાઓ આપી છે, પણ આવા દર્દીઓને કોરોનાનો ટેસ્ટ કર્યા પછી ઓપરેશન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી દ્વારા ગુજરાતમાં સર્વેલન્સ કરવાની વાત કરવામાં આવી છે. રાજ્યમાં એક્ટિવ સર્વેલન્સ કરવા માટે કેન્દ્ર સરકારે પણ ગુજરાતની ટકોર કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર