ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયામાં હાલ મહામારી કોરોના વાયરસ (corona virus) ના પ્રકોપથી બધા પીડિત છે. દુનિયાભરમાં અત્યાર સુધી 18 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આવામાં પીએમ મોદી તરફથી સોશિયલ ડિસ્ટેન્સિંગને પ્રોત્સાહન આપવાનુ અભિયાન શરૂ કરાયુ છે. આવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social Distancing) ની અનોખી પહેલ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. આ તસવીર વડોદરા શહેરની છે. જ્યાં એક દુકાનની બહાર કેટલાક લોકો ઉભેલા દેખાય છે. લોકો એકબીજાથી યોગ્ય અંતર જાળવીને ઉભા છે. સાથે જ જમીન પર કેટલાક વર્તુળ બનાવવામાં આવ્યા છે, જેના પર લોકો ઉભા રહ્યાં છે. લોકો દુકાનમાં જવાનો પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈને ઉભા છે. 


કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પોલીસની આ સરાહનીય કામગીરી હાલ રસ્તા પર જોવા મળી રહી છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર્સની દુકાનની બહાર ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. એક મીટરના અંતરમાં ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. આ માધ્યથી વડોદરા પોલીસ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો મતલબ સમજાવી રહી છે. તો બીજી તરફ, લોકોએ પણ પોલીસની આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી છે. હાલ લોકડાઉનને કારણે મેડિકલ સ્ટોર્સની દુકાનોમાં ભીડ વધેલી જોવા મળે છે. જેથી વડોદરા પોલીસે આ અભિગમ અપનાવ્યો છે. લોકો એક મીટરના અંતરે લાઈનમાં ઉભા રહ્યાં છે. 


નવરાત્રિના પહેલા દિવસે આવ્યા ખુશખબર, અમેરિકામાં તૈયાર થઈ Corona virusની દવા 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર