કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ

બોલિવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) ના કોરોના વાયરસ (Coronavirus) ના બીજા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા સ્વજનોના કહેવા પર કનિકા કપૂરના બીજીવાર ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તે બીજીવાર પોઝિટિવ મળી હતી. હવે તે ફરીથી પોઝિટિવ હોવાનું સાબિત થઈ છે. હવે ત્રીજીવાર પણ તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર જ્યારથી કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે. 
કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) ના કોરોના વાયરસ (Coronavirus) ના બીજા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા સ્વજનોના કહેવા પર કનિકા કપૂરના બીજીવાર ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તે બીજીવાર પોઝિટિવ મળી હતી. હવે તે ફરીથી પોઝિટિવ હોવાનું સાબિત થઈ છે. હવે ત્રીજીવાર પણ તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર જ્યારથી કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે. 

કનિકા કપૂર 15 માર્ચના રોજ લંડનથી આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટ કર્મચારીની મિલીભગતથી વોશરૂમમાંથી છૂપીને ભાગી નીકળી હતી. ગત શુક્રવારે લખનઉમાં કનિકા કપૂરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ મળી હતી. કનિકાની સાથે કલ્પના ટાવરમાં રહેતા 35 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 11 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. અત્યારે 24 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસએ એક ટ્વિટના માધ્યમથી આ માહિતી આપી કે, કલ્પના ટાવર, જ્યાં કનિકા કપૂર પોતાના અંકલની સાથે 13 માર્ચના રોજ રોકાયેલ હતા, ત્યાં રહેનારા તમામ 35 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યા હતા. 24 લોકોના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news