વડોદરા : કોરોનાના પોઝિટિવ તબીબ પાસેથી દવા લેનાર 28 દર્દીઓને કરાયા ક્વોરેન્ટાઈન
વડોદરામાં કોરોના વાયરસ (corona virus)ના કેસોમાં ત્રણ જ દિવસમાં ત્રણ ઘણા થઈ ગયા છે. ત્રણ જ દિવસમાં માત્ર નાગરવાડામાં કોરોનાના 28 દર્દી સામે આવ્યા છે. ગઈ કાલે સૌથી વધારે 21 કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેના બાદ વડોદરા (vadodara)માં કુલ કોરોનાના 39 દર્દીઓ થયા છે. 39 માંથી 6 સાજા થયા છે અને 2ના મોત થયા છે. 250 શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ આવવાના હજી બાકી છે. તો 744 શંકાસ્પદ દર્દીઓમાં 450નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોના વાયરસ (corona virus)ના કેસોમાં ત્રણ જ દિવસમાં ત્રણ ઘણા થઈ ગયા છે. ત્રણ જ દિવસમાં માત્ર નાગરવાડામાં કોરોનાના 28 દર્દી સામે આવ્યા છે. ગઈ કાલે સૌથી વધારે 21 કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેના બાદ વડોદરા (vadodara)માં કુલ કોરોનાના 39 દર્દીઓ થયા છે. 39 માંથી 6 સાજા થયા છે અને 2ના મોત થયા છે. 250 શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ આવવાના હજી બાકી છે. તો 744 શંકાસ્પદ દર્દીઓમાં 450નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
લોકડાઉનમાં બેકાર બનેલા મજૂરે પત્નીની નજર સામે જ ઝેર ગટગટાવ્યું
કોરોના પોઝિટિવ તબીબે 28 દર્દીઓને દવા આપી હતી
વડોદરામાં કોરોના વાયરસને લઈને મોટો ખુલાસો થયો છે. કોરોનાના પોઝિટિવ દર્દી ડૉ મહંમદ શાદ શેખે તાંદલજાના 28 દર્દીઓને દવા આપી હતી. તાંદલજામાં આવેલા પોતાના ક્લિનિકમાં શરદી, ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી હતી. પાલિકાએ તબીબ શાદના સંપર્કમાં આવેલા લોકોને કોલ કરવા આદેશ કર્યો છે. પાલિકાના ટોલ ફ્રી નંબર 18002330265 પર કોલ કરવા આદેશ કર્યો છે. આરોગ્ય વિભાગે 28 લોકોને શોધી હોમ ક્વોરેન્ટાઈ પણ કર્યા છે. જોકે, નાગરવાડાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી કોનાથી સંક્રમિત થયો તે હજી સુધી તંત્ર શોધી શક્યું નથી.
કોરોનાએ ચિંતા વધારી, દર્દીઓમાં નથી દેખાતા લક્ષણો, છતા રિપોર્ટ પોઝિટિવ
વડોદરામાં ગઈકાલે 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રેડ ઝોન જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારમાં રાત્રે આરોગ્ય ટીમ પહોંચી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને ગોત્રી આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. અહીં આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી આરોગ્ય વિભાગ માસ સેમ્પલિંગ લઈ રહી છે.
પોલીસે દરોડા પાડતા 70 પરપ્રાંતિયો મળ્યા
વડોદરા કોરોના વાયરસને લઈ પોલીસ સતર્ક બની છે. તો શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં સંતોષ લોજમાં પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં જમ્મુ કાશ્મીર, યુપી, બિહારથી મજૂરીકામ માટે આવેલા પરપ્રાંતીયો લોકડાઉનમાં ફસાયેલા મળી આવ્યા હતા. પોલીસે દરોડા પાડતા 70 પરપ્રાંતિયો મળ્યા હતા. તો એક મજૂરમાં કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સેલ્ફ ક્વોરન્ટાઈન કરાયો છે.
રાતદિવસ એક કરી સુરતના તબીબે બનાવી કોરોનાની જીવનરક્ષક દવા
કાળા બજારી કરનારા સામે કાર્યવાહી
વડોદરામાં લોકડાઉનને લઈ કાળાબજારી જોરશોરમાં ચાલી રહી છે. કાળા બજાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. 7 વેપારીઓ સામે કરાઈ કાયદાકીય કાર્યવાહી પુરવઠા વિભાગને મળેલ ફરિયાદના આધારે કરાઈ છે. સયાજીપુરાના ગોરાજી સુપર સ્ટોર અને મારૂતિ જનરલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી કરાઈ છે. ન્યૂ સમા રોડના જય વર્ધમાન પ્રોવિઝન સ્ટોર, સમાના તાજા એગસ ડેપો, શ્રી જગદંબા પ્રોવિઝન સ્ટોર, માંજલપુરના હર્ષ એન્ટરપ્રાઇઝ, ગોત્રીના વિષ્ણુ ફ્યુઅલના સંચાલકો સામે પણ કાર્યવાહી કરાઈ છે.
અમેરિકાના લોકડાઉનમાં બુરી રીતે ફસાઈ છે આ બોલિવુડ એક્ટ્રેસ
મોર્નિંગ વોક કરનારા 82 પકડાયા
વડોદરામાં લોકડાઉનનો ઉલ્લંઘન કરનારા સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મોર્નિંગ વોકમાં નીકળેલા 82 લોકોની પોલીસે ધરપકડ કરી છે. કમાટીબાગ, માંજલપુર, નરહરિ સર્કલ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા ઝડપાયા છે. પોલીસની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ પેદા થયો છે. સયાજીગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે.
ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર