કોરોનાએ ચિંતા વધારી, દર્દીઓમાં નથી દેખાતા લક્ષણો, છતા રિપોર્ટ પોઝિટિવ

ગઈકાલે એક જ દિવસમાં કોરોના (corona virus) ના નવા કેસોનો રાફડો ફાટી નીકળ્યો હતો. તો અમદાવાદ કોરોનાના જીવતા બોમ્બ જેવુ બની ગયું છે. કારણ કે, ગુરુવારે એક જ દિવસમાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના 58 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનામાં નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, પોઝિટિવ આવનાર 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે કોરોના વાયરસ હવે દર્દીઓમાં લક્ષણો પણ બતાવતો નથી. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. તો બીજી તરફ, ગઈકાલે નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive

Updated By: Apr 10, 2020, 07:59 AM IST
કોરોનાએ ચિંતા વધારી, દર્દીઓમાં નથી દેખાતા લક્ષણો, છતા રિપોર્ટ પોઝિટિવ

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે એક જ દિવસમાં કોરોના (corona virus) ના નવા કેસોનો રાફડો ફાટી નીકળ્યો હતો. તો અમદાવાદ કોરોનાના જીવતા બોમ્બ જેવુ બની ગયું છે. કારણ કે, ગુરુવારે એક જ દિવસમાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના 58 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનામાં નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, પોઝિટિવ આવનાર 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે કોરોના વાયરસ હવે દર્દીઓમાં લક્ષણો પણ બતાવતો નથી. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. તો બીજી તરફ, ગઈકાલે નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive
દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના 55 નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી 80% આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું. તો સુરતના એક વૃદ્ધ દર્દીને પણ આ જ પ્રકારે લક્ષણો ન દેખાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  

તો બીજી પ્રેસ કોન્ફરન્સમાં જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોન્ટેક્ટ ટેસ્ટીંગ કરતા એવા લોકોમાં કોઇ પણ લક્ષણ ન હોય તેવા લોકો ઇચ્છે તો ઘરે પણ આઈસોલેશનની વ્યવસ્થા કરી શકાશે. પોઝિટિવ દર્દીઓ હોય પણ આવાં લક્ષણ ન દેખાતા હોય તેમને ઘરમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે જ્યારે હોસ્પિટલોમાં જગ્યા ન હોય ત્યારે અમેરિકામાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઈકાલે અમદાવાદમાં જે નવા કેસ સામે આવ્યા છે. જેમાં દાણીલીમડાનો શફી મંજિલ વિસ્તાર એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિને કારણે 30 લોકોને ચેપ લાગ્યો હતો. આ તમામમાં કોરોનાના એકપણ લક્ષણો દેખાયા ન હતા, છતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર