અર્પણ કાયદાવાલા, અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. સતત દરરોજ કેસમાં રેકોર્ડબ્રેક કેસોનો વધારો નોંધાતો હતો. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પરિણામ સ્વરૂપે ડ્રાઇવ થ્રુ કોવિડ ટેસ્ટ માટેની લાઈનમાં પણ મોટો ઘટાડો થયો છે. એક સમયે 5 થી 7 હજાર લોકો ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જે હાલમાં દૈનિક 500 થી 700 લોકો ટેસ્ટ માટે આવી રહ્યા છે. તેમજ ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર નહીવત ભીડ જોવા મળી રહી છે. ગણતરીના લોકો જ હોસ્પિટલની બહાર જોવા મળી રહ્યા છે. આજે આઇસીયુ વગરના 25 બેડ ઉપલબ્ધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે 900 બેડની હોસ્પિટલની અંદર 560 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. 


અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં થયો ઘટાડો


તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 


જો સુરત શહેરની વાત કરવામાં આવે તો ગતરોજ માત્ર 9 દર્દીઓના મોત થયા હતા. અને કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્મશાનમાં પહેલાં 12 કલાક જેટલું વેઇટિંગ હતું જે હવે માત્ર 1 કલાકમાં નંબર આવી જાય છે. 


કોરોનાથી પણ ખતરનાક વાયરસથી ડર્યા વૈજ્ઞાનિક, લાવી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી મહામારી


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 158 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 146 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

રાજ્યના કેટલાક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ


છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 9, મહેસાણામાં 2, વડોદરા શહેરમાં 11, ભાવનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 7. સુરત ગ્રામ્યમાં 4, જામનગર ગ્રામ્યમાં 6, બનાસકાંઠામાં 6, ભાવનગર ગ્રામ્યમાં 6, વડોદરા ગ્રામ્યમાં 8 લોકોના મોત થયા છે. 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસ 146818 છે. જેમાંથી 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 440276 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 7508 લોકોએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube