કોરોનાથી પણ ખતરનાક વાયરસથી ડર્યા વૈજ્ઞાનિક, લાવી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી મહામારી

બ્રાજીલના માનૌસ (Manaus) સ્થિત ફેડરલ યૂનિવર્સિટી ઓફ અમેઝોનાસના બાયોલોજિસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમએ કૂલરની અંદરથી ત્રણ પાઇડ ટૈમેરિન વાંદરાની સડેલી લાશ મળી હતી.

કોરોનાથી પણ ખતરનાક વાયરસથી ડર્યા વૈજ્ઞાનિક, લાવી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી મહામારી

રિયો ડી જેનેરિયો: કોરોના મહામારીએ આખી દુનિયામાં કહેર વર્તાવ્યો છે. પરંતુ હવે દુનિયાની સમક્ષ તેનાથી પણ મોટી મહામારીનો ખતરો પેદા થઇ ચૂક્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમેઝોનના જંગલોમાં મળી આવેલો એક વાયરસ અત્યાર સુધી સૌથી મોટી મહામરી લાવવાની તાકાત ધરાવે છે. 

આ રીતે થઇ ખતરનાક વાયરસની શોધ
બ્રાજીલના માનૌસ (Manaus) સ્થિત ફેડરલ યૂનિવર્સિટી ઓફ અમેઝોનાસના બાયોલોજિસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમએ કૂલરની અંદરથી ત્રણ પાઇડ ટૈમેરિન વાંદરાની સડેલી લાશ મળી હતી. જેને ફિયોક્રોઝ અમેઝોનિયા બયોબેંક મોકલવામાં આવે હતી. અહીં જીવ વિજ્ઞાની અલેસાંડ્રા નાવાએ વાંદરાના સેમ્પલથી પેરાસિટિક વોર્મ્સ, વાયરસ અને અન્ય સંક્રમણ એજન્ટ્સની શોધ કરી. અલેસાંડ્રાએ જણાવ્યું હતું કે માનૌસ અને બ્રાજીલમાં એક ખતરો મંડરાઇ રહ્યો છે યોડા-ફેસ્ડ પાઇડ ટૈમરિન વાંદરા (Yoda-faced pied tamarin Monkey)થી. આ વાંદર બ્રાજીલમાં મળી આવે છે. આ પ્રજાતિના વાંદરાથી આ વાયરસ મળ્યો છે, જે એકદમ સંક્રમક છે. આ વાયરસ કોરોના મહામારીથી પણ ખતરનાક મહામારી લાવવાની તાકાત ધરાવે છે. 

વધુ એક વાયરસને લઇને ડર
સાયન્સ જર્નલના અનુસર અલેસાંડ્રા અને તેમની ટીમ વધુ એક વાયરસને લઇને ચિંતિત છે. આ વાયરસનું નામ છે માયારો વાયરસ (Mayaro Virus). આ વાયરસ અત્યારે ઝડપથી દક્ષિણ અમેરિકી દેશોમાં ફેલાઇ રહ્યો છે. તેનાથી સંક્રમણથે ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જો કોઇ માણસને સંક્રમિત કરે છે તો ડોક્ટરને તે શોધવામાં મુશ્કેલી થશે કે આ માયોરા વાયરસ છે, અથવ દર્દીઓને ચિકનગુનિય અથવા ડેંગૂ થયો છે. કારણ કે વાયરસ સતત શરીરન પ્રતિરોધક ક્ષમતાને દગો આપે છે. અલેસાંડ્રાએ કહ્યું કે બ્રાજીલમાં આગમી સૌથી મોટો માયારો વાયરસ (Mayaro Virus) ની છે. 

માનૌસ પર કોરોના મહામારીએ વર્તાવ્યો કહેર
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાજીલના માનૌસના ચારેય તરફ અમેઝોનના જંગલ છે. ઘણા સો કિલોમીટર સુધી ફેલાયેલ છે. માનૌસમાં 22 લાખ લોકો રહે છે. દુનિયાભરમાં હાલ 1400 ચામાચિડીયાને પ્રજાતિઓમાંથી 12 ટકા ફક્ત અમેઝોન જંગલમાં રહે છે. આ ઉપરાંત વાંદરા અને ઉંદરની ઘણી એવી પ્રજાતિઓ પણ રહે છે. જેના પર વાયરસ પેથોજેન્સ અને બેક્ટેરિયા અથવા પૈરાસાઇટ રહે છે. આ ગમેત્યારે માણસોમાં આવીને મોટી મહામારીનું રૂપ લઇ શકે છે. માનૌસમાં કોરોના વાયરસના બે મોટી ખતરનાક લહેર આવી ચૂકી છે. જેના લીધે આ શહેરમાં અત્યાર સુધી 9000 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news