અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં થયો ઘટાડો
અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. ગત 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 4683 કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત નિપજ્યા હતા
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 5 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 257 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. ગત 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 4683 કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત નિપજ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 158 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 146 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4683, સુરત શહેરમાં 1494, મહેસાણામાં 565, વડોદરા શહેર 523, ભાવનગર શહેર 436, રાજકોટ શહેર 401, જામનગર શહેર 398, સુરત ગ્રામ્ય 389, જામનગર ગ્રામ્ય 309, બનાસકાંઠા 226, ભાવનગર ગ્રામ્ય 222, વડોદરા ગ્રામ્ય 212, ખેડા 174, પાટણ 173, કચ્છ અને મહીસાગર 169-169 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 9, મહેસાણામાં 2, વડોદરા શહેરમાં 11, ભાવનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 7. સુરત ગ્રામ્યમાં 4, જામનગર ગ્રામ્યમાં 6, બનાસકાંઠામાં 6, ભાવનગર ગ્રામ્યમાં 6, વડોદરા ગ્રામ્યમાં 8 લોકોના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસ 146818 છે. જેમાંથી 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 440276 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 7508 લોકોએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે