કોરોનાના કેસ વધતાં જ લીંબુના ભાવ વધ્યા, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
માર્કેટીંગ યાર્ડમાં લીંબુ (Lemon) ની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાને લઈને દિવસેને દિવસે લીંબુ (Lemon) ની બજારમાં માંગ વધી રહી છે.
સાગર, ઠાકર, જુનાગઢ: ઉનાળા (Summer) ની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી રાહત મેળવવા વિટામીન સી થી ભરપુર એવા લીંબુ (Lemon) નો ઉપયોગ કરે છે. લીંબુ શરબત ઉપરાંત હાલમાં શેરડીના રસમાં પણ લીંબુનો સારો એવો ઉપયોગ થાય છે. લોકો રસોઈમાં લીંબુનો ઉપયોગ કરતાં હોય છે પરતું હાલ ઉનાળાને લઈને શરબતમાં લીંબુનો ઉપયોગ વધી જાય છે. ઉનાળો (Summer) આવતા જ લીંબુનો વપરાશ તમામ પરિવારોમાં વધી જતો હોય છે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તેના માટે લીંબુનો શરબત પીતા હોય છે.
જૂનાગઢ શાકભાજી (Vegetable) માર્કેટીંગ યાર્ડમાં લીંબુ (Lemon) ની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાને લઈને દિવસેને દિવસે લીંબુ (Lemon) ની બજારમાં માંગ વધી રહી છે અને બીજી તરફ માર્કેટમાં લીંબુની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. તેની અસર ભાવ પર જોવા મળી રહી છે. હાલ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 1400 રૂપીયા પ્રતિ મણનો છે.
અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના રાજીનામા, જાણો હવે કોણ સંભાળશે ચાર્જ
આમ હોલસેલમાં કિલોનો ભાવ 70 રૂપીયા જેવો થાય છે, લીંબુ (Lemon) ની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આવકમાં વધારો નથી તેથી આગામી દિવસોમાં હજુ પણ લીંબું મોંઘા થવાની શક્યાતા છે અને 100 થી 120 રૂપીયા પ્રતિ કિલોના ભાવે લીંબુ વેંચાય તો નવાઈ નહીં. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. મરચાં પણ 120 રૂપિયા પ્રતિકિલોના ભાવે છૂટક બજારમાં વેચાઇ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube