કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી આટલા ચૂકવવા પડશે
રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. જો ઘરેથી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવો હશે તો હવે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. જો ઘરેથી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવો હશે તો હવે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
તોડપાણી કરતી નકલી પોલીસ થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વખતે હવે લેબોરેટરીમાં જે કોરોના ટેસ્ટ થાય છે સરકારી લેબોરેટરીમાં કરવામાં આવતા હતા પછી માગણીઓને ધ્યાનમાં રાખી ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જે ટેસ્ટ કરવામાં આવે છે કે તેની કીટ તે સમયે બજારમાં વધારે હતી. લેબોરેટરી સંચાલકો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી 2500 રૂપિયા અગાઉ મંજૂરી આપી હતી.
આજે કોરોનાના રેકોર્ડબ્રેક ટેસ્ટ કરાયા, નવા 1364 કેસ નોંધાયા, 12ના મોત
હવે સંજોગો બદલાયા છે કિટ નું ઉત્પાદન વધ્યું છે તેની ઉપલબ્ધિ છે હવે નિર્ણય કર્યો છે કે પંદરસો રૂપિયા ટેસ્ટ થશે અને ઘરે જઈને ટેસ્ટ કરાવવાના 2000 રૂપિયા થશે. રાજ્ય સરકાર તે વિનામૂલ્યે કરે છે, આ ખાનગી લેબોરેટરીના ટેસ્ટિંગ માટેના નવા ભાવ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે 1364 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.
દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો
આજે રાજ્યમાં સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1310.05 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1364 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 83.39% ટકા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube