અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ થયા બાદ જ શહેરના મોટાભાગના ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક બંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું હતું કે એએમસીએ મહામારી રોગ અધિનિયમ હેઠળ 1,000 બેડની ક્ષમતાવાળી નવ હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. મંગળવારે શહેરમાં કોવિડ-19ની સ્થિતિ પર નજર રાખવા માટે મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું કે સંક્રમણના વધતા જતાં કેસ જોતાં એએમસીના દરેક ઝોનમા6 50 એસી રૂમની ક્ષમતાવાળા થ્રી સ્ટાર સહિત નીચલી સ્તરની હોટલોને કોવિડ સારવાર કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. 

અમદાવાદમાં કોરોના રોકવા તંત્ર એક્શનમાં, લેવાયા અનેક મોટા નિર્ણય


તેમણે કહ્યું કે ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકની અંદર ખોલવા માટે નોટીસ જાહેર કરવામાં આવશે અને તેનું પાલન નહી કરતાં તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે. ''રાજીવ ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે ક્લિનિક નહી ખોલનાર ડોક્ટરોને કોવિડ સારવાર કેન્દ્ર અથવા હોમ કોરોન્ટાઇનમાં રહેતા રોગીઓની દેખભાળ માટે કહેવામાં આવશે. 

અમદાવાદમાં થઈ રહેલા મોત અંગે રાજ્ય સરકાર ચિંતિતઃ નીતિન પટેલ


અમદાવાદ કોર્પોરેશનનો મેગા એક્શન પ્લાન


- શહેરના તમામ 48 વોર્ડ માટે કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી નક્કી કરાશે, જેમાં વોર્ડની વર્તમાન સ્થિતિ, ટેસ્ટીગ સ્ટ્રેટેજી, અને લોકડાઉનના અમલનો સમાવેશ કરાશે
- શહેરની 9 ખાનગી હોસ્પિટલોમાં કુલ 1000 બેડની એપેડેમિક એક્ટ હેઠળ કોવિડ 19 હોસ્પિટલ બનાવાશે જેની જવાબદારી જે તે ડેપ્યુટી કમિશનરો સોંપાઈ છે.
- દરેક ઝોનમાં 3 સ્ટાર કેટેગરી અને તેનાથી નીચેની હોટલોમાં અને ખાનગી હોસ્ટેલ્સમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.
- તમામ ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહી કરે તો તેમના લાયસન્સ રદ્દ કરાશે. જે ડોક્ટરો તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા તો ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.
- શાકભાજી, ફળફળાદિ, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ આગામી 7 દિવસ સુધી બંધ રહેશે. ફક્ત દવા અને દૂધની દુકાનો ખુલ્લી રહી શકશે.
- દરેક ઝોનમાં સરેરાશ 2,000 જેટલા સુપર સ્પેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજ 500 ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. અને 15 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.
- વધુ સુચના જારી ન થાય ત્યાં સુધી એટીએમ સિવાય તમામ બેન્કની બધી શાખાઓ જે રેડ ઝોનમાં છે તે બંધ રહેશે.
- સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમા સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કરો દરરોજ મુલાકાત લેશે.
- બે લાખ કોવિડ કેર કીટનું વિતરણ કરાશે જે દરેકમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક, અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ઔષધિઓ હશે. આ કીટ વિતરણ હાલ શહેરમાં કાર્યરત 600 સર્વેલન્સ ટીમ મેમ્બર્સ દ્વારા કરાશે.
- વિવિધ એનજીઓ, યુથ સંસ્થાઓને કોરોના સામેની લડાઈ માટે મેદાનમાં ઉતારાશે. અને એએમસીની ચૂંટાયેલી પાંખ સાથે તેમની ફીડકેપ પ્રણાલિ સ્થાપિત કરાશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube