અમદાવાદમાં કોરોના રોકવા તંત્ર એક્શનમાં, લેવાયા અનેક મોટા નિર્ણય
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી સાત દિવસ માટે શાકભાજી-કરિયાણાની દુકાનો બંધ રહેશે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોનાની કામગીરીની દેખરેખ સોંપવામાં આવી છે. ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તથા શહેરના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓની તાકીદની બેઠક યોજી અને શહેરની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજીવ કુમાર ગુપ્તાએ આવતીકાલથી અમલમાં આવે તે રીતે કેટલાક નિર્ણય લીધા છે તે અનુસાર શહેરની 9 જેટલી ખાનગી હોસ્પિટલોને કે જેની અંદાજે 1000 બેડ જેટલી ક્ષમતા હોય તેવી 9 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે.
ઓછામાં ઓછી 50 રૂમ ધરાવતી 3 સ્ટાર કેટેગરરીની હોટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું છે. આવી 5000 બેડની ક્ષમતાવાળી હોટલોને આઈડેન્ટિફાય કરાઇ છે.
અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની ખરીદી કરવા પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા લોકો
શાકભાજી અને ફ્રુટ ના ફેરિયાઓ કરિયાણા પ્રોવિઝન સ્ટોર્સ, સુપરમાર્કેટ, આઇસ ક્રીમ પાર્લર અને સ્વિગી ઝોમેટો જેવી online delivery કરતા ડીલીવરી બોય સુપર સ્પેડર પુરવાર થાય છે. ત્યારે લોકોમાં સંક્રમણ અટકાવવા AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રાખવાની રહેશે. જોકે દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. સુપર સ્પ્રેડર લોકોનું સ્ક્રિનિંગ દરેક વોર્ડમાં કરાશે.
અમદાવાદ કોર્પોરેશનનો મેગા એક્શન પ્લાન
શહેરના તમામ 48 વોર્ડ માટે કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી નક્કી કરાશે, જેમાં વોર્ડની વર્તમાન સ્થિતિ, ટેસ્ટીગ સ્ટ્રેટેજી, અને લોકડાઉનના અમલનો સમાવેશ કરાશે
શહેરની 9 ખાનગી હોસ્પિટલોમાં કુલ 1000 બેડની એપેડેમિક એક્ટ હેઠળ કોવિડ 19 હોસ્પિટલ બનાવાશે જેની જવાબદારી જે તે ડેપ્યુટી કમિશનરો સોંપાઈ છે.
દરેક ઝોનમાં 3 સ્ટાર કેટેગરી અને તેનાથી નીચેની હોટલોમાં અને ખાનગી હોસ્ટેલ્સમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.
તમામ ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહી કરે તો તેમના લાયસન્સ રદ્દ કરાશે. જે ડોક્ટરો તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા તો ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.
શાકભાજી, ફળફળાદિ, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ આગામી 7 દિવસ સુધી બંધ રહેશે. ફક્ત દવા અને દૂધની દુકાનો ખુલ્લી રહી શકશે.
દરેક ઝોનમાં સરેરાશ 2,000 જેટલા સુપર સ્પેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજ 500 ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. અને 15 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.
વધુ સુચના જારી ન થાય ત્યાં સુધી એટીએમ સિવાય તમામ બેન્કની બધી શાખાઓ જે રેડ ઝોનમાં છે તે બંધ રહેશે.
સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમા સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કરો દરરોજ મુલાકાત લેશે.
બે લાખ કોવિડ કેર કીટનું વિતરણ કરાશે જે દરેકમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક, અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ઔષધિઓ હશે. આ કીટ વિતરણ હાલ શહેરમાં કાર્યરત 600 સર્વેલન્સ ટીમ મેમ્બર્સ દ્વારા કરાશે.
વિવિધ એનજીઓ, યુથ સંસ્થાઓને કોરોના સામેની લડાઈ માટે મેદાનમાં ઉતારાશે. અને એએમસીની ચૂંટાયેલી પાંખ સાથે તેમની ફીડકેપ પ્રણાલિ સ્થાપિત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે