અમદાવાદ : ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે જયંતિ રવિએ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરામાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં મહેસાણામાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. હાલમાં તો કોરોનાપીડિત દર્દીઓના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 


જયંતી રવિએ ગઈ કાલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી હતી કે જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, તેટલો જ ચેપ ઓછો લાગશે. ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube