હિમાંશુ ભટ્ટ/ મોરબી : શહેર અને માળિયા તાલુકાને જોડતા પીપળીયા અને ફગશિયા ગામની વચ્ચે પસાર થતા રસ્તા ઉપરનું પુલ અચાનક ધડાકાભેર તૂટી ગયો હતો. જેના પગલે લોકોની ભારે અવર જવર ધરાવતો આ બ્રિજ તંત્રએ બંધ કરવાની ફરજ પડી હતી. ચાર ગામના લગભગ ૧૦,૦૦૦ જેટલા લોકોને આ રસ્તો બંધ થવાથી હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીને ધરમ કરતા ધાડ પડી: 20 લાખ રૂપિયા રોકડા અને ગાડી બંન્ને ગુમાવવા પડ્યાં


લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા રોડ-રસ્તાના બાંધકામ અને સમારકામ માટે વાપરવામાં આવતા હોય છે. જોકે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારી અને તે લોકોની મિલીભગતના કારણે મજબૂત કામ કરવામાં આવતા નથી. જેથી કરીને વારંવાર જુદી જુદી જગ્યાએ થોડા સમયની અંદર જ નવા બનેલા રસ્તાઓ તૂટી જાય અથવા તો પુલ તૂટી પડતા હોય છે આવી જ રીતે મોરબી તાલુકા અને માળિયા તાલુકાને જોડતા પીપળીયા તેમજ ફગશિયા ગામ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ૨૦૧૯ ના વર્ષમાં દોઢ કરોડના ખર્ચે પાંચ કિલોમીટરનો રસ્તો બનાવાયો છે. 


બિનકાયદેસર બાયોડિઝલનું હબ બની રહ્યું છે સુરત? સરકારના કથિત પ્રતિબંધ વચ્ચે ધમધોકાર વેચાણ


જેમાં પુલિયા પણ વચ્ચે આવે છે. જોકે આ રસ્તા ઉપર આવતું એક પુલીયું ગત રાત્રિ દરમિયાન કોઈ ભારે વાહન કારણે તૂટી પડયું હતું. આ રસ્તા ઉપરથી પસાર થતો એક બાઈ ચાલક પણ તૂટેલા પુલિયા પરથી નીચે ખાબક્યો હતો. જેને ગંભીર ઈજા થતાં પ્રથમ મોરબી સારવાર આપી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ફગશિયા ગામના મહિલા સરપંચ દ્વારા અત્યાર સુધીમાં અનેક વખત માળિયા તાલુકા મામલતદાર તેમજ માળીયાના જવાબદાર અધિકારીઓને આ અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી છે. 


AHMEDABAD માં જીવતા વ્યક્તિનો ડેથ ક્લેમ પાસ, તે વ્યક્તિ જીવતો ઓફીસે પહોંચ્યો અને...


અહીંથી રેતી ભરીને ભારે વાહનો ખાસ કરીને ડમ્પર પસાર થાય છે. તેના કારણે રોડને નુકસાન થાય છે. જેથી ભારે વાહનોને ત્યાંથી પસાર થતા અટકાવવા માટે થઈને અનેક વખત રજુઆત કરી છે, તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા ભારે વાહનોને રોકવામાં કોઈ નક્કર પગલા લેવામા આવતા નથી. દરમિયાન ભારે વાહનોની અવર જવરના કારણે પુલીયું તૂટી પડ્યુ હોવાનું લોકો જણાવી રહ્યા છે. જ્યાં સુધી આ પુલીયું રીપેર નહીં કરવામાં આવે ત્યાં સુધી દેરાળા, મેઘપર, ફગશિયા અને પીપળીયા ગામના લગભગ ૧૦,૦૦૦ જેટલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. વહેલામાં વહેલી તકે આ પુલિયાને રીપેર કરવામાં આવે અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તેવી લાગણી અને માગણી ગામના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube