AHMEDABAD માં જીવતા વ્યક્તિનો ડેથ ક્લેમ પાસ, તે વ્યક્તિ જીવતો ઓફીસે પહોંચ્યો અને...
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : જીવતા વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ આપી વીમાના 32 લાખ ચાઉં કરી જનારા એક તલાટી મંત્રી સહીત ચાર વ્યક્તિઓ ઝડપાયા છે. આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવકે પોલિસીનું સ્ટેટ્સ તપાસ કરતા આખું ભોપાળું બહાર આવ્યું હતું. જે સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઘાટલોડિયા સીપી નગરમાં રહેતા યુવકનું બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને વીમા કંપનીમાંથી ડેથ કલેમ પાસ કરાવીને પોલિસીના રૂ.32.50 લાખ ઉપાડી લેનારા ચાર ગઠિયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સીપી કોલોની વિભાગ 2 માં રહેતા અને બરફનો વેપાર કરતા નીશીત પટેલે આદિત્ય બીરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં તેમના પિતા સુમનભાઈના નામે ડ્રીમ પ્લાન હેઠળ બે પોલિસી લીધી હતી. બાદમાં નિશિતભાઈએ બીજી બે પોલિસી ફોરેસાઈટ પ્લાન હેઠળ તેમના પોતાના નામે લીધી હતી. જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ.1 લાખ ભરતા હતા. જો કે છેલ્લે ફેબ્રુઆરી 2020માં પોલિસીનું સ્ટેટસ જોયું હતું. બાદમાં 21 જાન્યુઆરીએ તેમની પોલિસીનું સ્ટેટસ જાણવા માટે આંબાવાડી પાસે આવેલ પંચરત્ન કોમપ્લેક્ષમાં ગયા હતા. મેનેજર પ્રતિકભાઈને મળ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, તેમની બંન્ને પોલિસીમાં ડેથ ક્લેમ પાસ કરી દેવામાં આવે છે. જો કે નીશીતભાઈએ કહ્યું કે હું જીવિત હોવા છતાં તમે કંઈ રીતે ડેથ કલેમ પાસ કર્યો છે.
મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફાયરિંગ, સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો તો PSI ની પત્ની લોહીલુહાણ હતી અને...
જો કે મેનેજરે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશિતભાઈની પોલિસી પાસ કરાવવા માટે નિશિતભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ સહિતના અન્ય ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીમાં રજૂ કરી 32.50 લાખનો ડેથ કલેમ પાસ કરાવી લીધો હતો. આ અંગે નિશિતભાઈએ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ફારુકહુસેન મીરઝા જે તલાટી છે, સંજયસિંહ સોલંકી, રોહિત સોલંકી અને રાજેશભાઈ વ્રજલાલ રાઠોડની ધરપકડ કરી તેમણે કેવી રીતે આ ક્લેમ પાસ કરાવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સહીત અન્ય કેટલીક પોલિસીઓ પાસ કરાવી છે. આ અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે