વેપારીને ધરમ કરતા ધાડ પડી: 20 લાખ રૂપિયા રોકડા અને ગાડી બંન્ને ગુમાવવા પડ્યાં
જિલ્લાના ઐઠોર નજીક ગાંધીનગરના એક વેપારીને બંધક બનાવી ત્રણ લૂંટારૂઓ રૂપિયા 20 લાખ અને ગાડી લૂંટી લીધી હતી. વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણેય લૂંટારૂઓએ વેપારીને રિવોલ્વર બતાવીને બંધક બનાવ્યા બાદમાં 20 લાખની રોકડ રકમ ભરેલો થેલો અને ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. ગાડી ઉઠાવી ગયા હતા. જેથી વેપારીને ધરમ કરતા ધાડ પડી હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.
Trending Photos
મહેસાણા : જિલ્લાના ઐઠોર નજીક ગાંધીનગરના એક વેપારીને બંધક બનાવી ત્રણ લૂંટારૂઓ રૂપિયા 20 લાખ અને ગાડી લૂંટી લીધી હતી. વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણેય લૂંટારૂઓએ વેપારીને રિવોલ્વર બતાવીને બંધક બનાવ્યા બાદમાં 20 લાખની રોકડ રકમ ભરેલો થેલો અને ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. ગાડી ઉઠાવી ગયા હતા. જેથી વેપારીને ધરમ કરતા ધાડ પડી હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.
મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફાયરિંગ, સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો તો PSI ની પત્ની લોહીલુહાણ હતી અને...
ગાંધીનગરમાં સરગાસણ રહેતા રમેશભાઇ ચૌધરી જીરાના કમિશન એજન્ટનો ધંધો કરે છે. તેઓ ગાંધીનગરથી વહેલી સવારે પોતાની ગાડી લઇને બનાસકાંઠા જવા માટે નિકળ્યાં હતા. તેમની પાસે 20 લાખ રૂપિયા રોકડા હતા. અડાલજ ચોકડી પાસે ત્રણ ઇસમોએ પાલનપુર જવું છે તેમ કહીને લિફ્ટ માંગી હતી. વેપારીની ગાડીમાં બેઠા બાદ ફતેહપુરા પાસે પહોંચ્યા જ એક વ્યક્તિએ ઉલટી થતી હોવાનું કહીને ગાડી રોકાવડાવી હતી. જેવી ગાડી ઉભી રહી તેને રિવોલ્વર બતાવીને બંધક બનાવ્યા હતા.
AHMEDABAD માં અનેક ગુનાઓમાં સંડોવાયેલો ગૌરવ ચૌહાણ આખરે ઝડપાઇ ગયો
વેપારીને બંધક બનાવ્યા બાદ ગાડી ઐઠોર GIDC તરફ લઇ ગયા હતા. અહીં અવાવરૂ જગ્યાએ ગાડી ઉભી રાખીને વેપારીનું પાકીટ કાઢી લીધું હતું. ગાડીની ડેકીમાંથી 20 લાખ રૂપિયા ભરેલો થેલો મળતા વેપારીને ત્યાં જ ફેંકીને લૂંટારૂ ગાડી અને રકમ સાથે ફરાર થઇ ગયા હતા. હાલ તો પોલીસે FSL ની મદદથી તપાસ આદરી છે. ઘટના અંગે માહિતી મળતા મહેસાણા અને ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે