રાજકોટના બેડલામાં મૃતકના નામે પંપ ફાળવી કૌભાંડ: 63 ડમી લાભાર્થીઓ ઉભા કરાયા, સરપંચને દૂર કરવા DDOનો આદેશ
દવાના છંટકાવ કરવાના સ્પ્રે મશીનમાં કૌભાંડ આચર્યું છે. બેડલા ગામમાં 120 લાભાર્થીઓ માટે પંપ ફાળવાયા હતા, જેમાંથી માત્ર 57 લાભાર્થીઓને પંપ મળ્યા હતા. 63 ડમી લાભાર્થીઓ ઉભા કરી દીધા. તેમાં પણ એક લાભાર્થીનું તો મૃત્યુ થઈ ગયું હતું.
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ નજીક બેડલા ગામે સરપંચ દ્વારા કૌભાંડ આચારવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દવાના છંટકાવ કરવાના સ્પ્રે મશીનમાં કૌભાંડ આચર્યું છે. બેડલા ગામમાં 120 લાભાર્થીઓ માટે પંપ ફાળવાયા હતા, જેમાંથી માત્ર 57 લાભાર્થીઓને પંપ મળ્યા હતા. 63 ડમી લાભાર્થીઓ ઉભા કરી દીધા. તેમાં પણ એક લાભાર્થીનું તો મૃત્યુ થઈ ગયું હતું.
મર્યા પછી પણ શાંતિ નથી! આ જગ્યાએ મૃતદેહને પણ અગ્નિ સંસ્કાર માટે કરવો પડે છે સંઘર્ષ
વિહાભાઈ કાગડીયા નામના વ્યક્તિને એપ્રિલ મહિનામાં પંપ ફાળવાયા હોવાનું દર્શાવ્યું પણ વિહા ભાઈનું તો ડિસેમ્બર 2022માં જ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દર્શાવેલા લાભાર્થીઓ ગામમાં રહેતા જ ન હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદા પરથી દૂર કરવા આદેશ કર્યો છે. જંતુનાશક દવાના પંપ લાભાર્થીઓને ન મળતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.
શેનાથી કરવો જોઈએ શિવનો રુદ્રાભિષેક? જાણો કયા દ્રવ્યોથી અભિષેક કરવાથી શું ફળ મળે
બેડલા ગામના સરપંચ અજય સોરાણીને હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત કાયદા 1993 કલમ 57(1) મુજબ સરપંચ આવા કારનામાં કરે એટલે હોદ્દા પરથી જિલ્લા વિકાસ અધિકારી દૂર કરી શકે છે. આ સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે પણ ચોકાવનારા આક્ષેપો કર્યા હતા. સરપંચ સામે ફરિયાદ કરનારના પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યા હતા.
ગતિશીલ ગુજરાતનો ફરી એકવાર ડંકો વાગ્યો : માછલી ઉત્પાદનમાં બધા રેકોર્ડ તોડ્યા
હાલ સસ્પેન્ડ થયેલા સરપંચ સામે મારામારી અંગે ફરિયાદ નોંધાય છે, જ્યારે કૌભાંડ અંગે આગામી સમયમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
સોમવારે આવી બનશે : અંબાલાલ પટેલે ચેતવીને કહ્યું, ગુજરાતના આ જિલ્લા પર આફત આવશે