ખુશખબર! ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી, 13 હજાર કરોડનું રોકાણ અને 13 હજાર નોકરીઓ આવશે
Gujarat Government: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગ અને 50 ટકા કાર્બન ઉત્સર્જન-નેટ ઝિરો કાર્બન ઇમિશનના આપેલા લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાતનું આગવું કદમ.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા. ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે.
પાટીલ દોઢે વાગે તો રૂપાણીએ રાતે 11 વાગે લગાવી અરજી, નેતાઓ અને કરોડપતિઓએ લાઈનો લગાવી.
ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવશ્રી વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં MoUની પરસ્પર આપ-લે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે. તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે. ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.
આજે સાંજે મેઘો અ'વાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ
એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે 13 હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે 20 Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને 13 હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે.
1, 2 નહીં 100 કરોડ દબાવ્યા! ભાજપના નેતાએ સાંસદ રામભાઈ નહીં 5 નેતાને બાટલીમાં ઉતાર્યા
આ સંદર્ભમાં ઇ.વીનો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે. ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી.
મોરબીના પાંચ દાયકામાં જે ન થયું તે ચાર ચોપડી ભણેલા ગુજરાતીએ કરી બતાવ્યું, ઘડિયાળ જુઓ