Covid-19: વડોદરામાં નવા 111, ભરૂચમાં 12 કેસ નોંધાયા
વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 6647 અને ભરૂચ જિલ્લામાં 1243 પર પહોંચી ગઈ છે.
વડોદરા/ભરૂચઃ વડોદરામાં કોરોનાનું સંક્રમણ (Corona Virus) દિન-પ્રતિદિન ખુબ ઝડપથી વધી રહ્યું છે. આજે વડોદરામાં કોરોના વાયરસના નવા 111 કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 6647 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે 1926 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 111નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો કોરોનાથી આજે વધુ 48 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધી 5322 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. તો શહેરમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 124 પર પહોંચી ગયો છે.
તો ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે નવા 12 કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 6 અને વાગરામાં એક કેસ નોંધાયો છે. આમ ભરૂચમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1243 પર પહોંચી ગઈ છે. આજે વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. ભરૂચમાં કોરોનાને કારણે વધુ એક મૃત્યુ થયું છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે.
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી
બે પ્રકારનો છે કોરોના વાયરસ
કોરોના વાયરસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ કોરોનાના પ્રકાર પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે Zee 24 Kalak સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે, હાલ વિશ્વમાં કોરોનાના બે પ્રકાર જોવા મળી રહ્યાં છે. જેમાં D614 અને G614 બે પ્રકાર છે. તેમણે કહ્યું કે, D614 કરતા 10 ગણો ખતરનાક છે G614 વાયરસ. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વમાં G614નું જોર વધુ છે. તેમણે કહ્યું કે, D614 કરતા G614 ઝડપથી ફેલાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube