અમદાવાદઃ દેશભરમાં કોરોનાના મામલા 1.25 લાખને પાર પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો આંકડો 13000ને પાર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. આ વચ્ચે અમદાવાદથી સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને દાવો કર્યો છે કે, છેલ્લા 15 દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ માટે સારા સમાચાર
ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાયરસનું સૌથી વધુ ભોગ બન્યું છે. તે દેશના ટોપ-5 શહેરોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો હવે અમદાવાદના લોકો માટે સારા સમાચાર પણ આવ્યા છે. શુક્રવારે 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે, શહેરમાં 5 મેએ રિકવરી રેટ 15.85 ટકા હતો. તો ગુજરાતનો રિકવરી રેટ 22.11 અને ભારતનો રિકવરી રેટ 28.62 ટકા હતો. તેમણે દાવો કર્યો કે, છેલ્લા સપ્તાહમાં અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા અપનાવવામાં આવેલી બહુસ્તરીય રણનીતિને કારણે શહેરમાં રિકવર થનારાની સંખ્યા અવિશ્વસનીય રીતે વધી રહી છે. 


ગુપ્તાએ જણાવ્યુ કે, ગુજરાતના 92 ટકા અને ભારતના 43 ટકાના મુકાબલે અમદાવાદમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો જોવા મળ્યો છે.21 મેએ શહેરમાં રિકવર થવાનો દર 38.1 ટકા નોંધાયો હતો. તો આ દિવસે ગુજરાતમાં રિકવરી રેટ 42.51 ટકા હતો અને ભારતનો રિકવરી રેટ 41.06 ટકા હતો. પરંતુ શહેરમાં વધતા રિકવરી રેટની પાછળ કારણને લઈને ગુપ્તાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. 


અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર બન્યા કોરોનાનો શિકાર, યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ  


140 ટકા રિકવરી રેટ વધવાનો અર્થ
આમ જોઈએ તો અમદાવાદમાં દરરોજ 250થી પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. શુક્રવારે અમદાવાદમાં 25 લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીએ જણાવ્યુ કે, 15 દિવસના ગાળામાં કોરોના દર્દીઓનો રિપોર્ટ જુઓ તો અમદા વાદમાં બીમારીથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 15 ટકાથી વધીને 38 ટકા સુધી પહોંચી ગઈ છે. આ રીતે શહેરમાં રિકવરી રેટ ડબલથી પણ વધી ગયો છે. 


તો તેના મુકાબલે રાજ્યમાં 15 દિવસ પહેલા જે રિકવરી રેટ હતો, તેમાં 92 ટકાનો વધારો નોંધાયો છે. 5 મે સુધી રાજ્યમાં 22 ટકા દર્દી સાજા થઈ રહ્યાં હતા, જ્યારે 21 મેના આંકડા પ્રમાણે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 42 ટકા થઈ ગઈ છે. 


સિવિલ હોસ્પિટલમાં 10 સગર્ભાઓએ કોરોનાને આપી મ્હાત


ICMR ના નવા દિશાનિર્દેશોથી વધ્યો રિકવરી રેટ
આ અંગે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની વધતી સંક્યાની પાછળ મુખ્ય કારણ આઈસીએમઆરના નવા દિશાનિર્દેશો પણ હોઈ શકે છે. તે મુજબ હવે ડિસ્ચાર્જ કરતા પહેલા દર્દીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત નથી. સાથે સારવારના 14 દિવસની અંદર દર્દીમાં કોવિડ-19 સંબંધિત કોઈ પણ લક્ષણ જોવા ન મળી તો તેને ડિસ્ચાર્જ કરી શકાય છે. 


પરંતુ અધિકારીઓને તે પણ કહેવું છે કે આઈસીએમઆરના દિશાનિર્દેશો સિવાય હોસ્પિટલના સ્ટાફ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા દર્દીઓની સારી રીતે દેખરેખ રાખવી પણ રિકવરી રેટ વધારવા પાછળ જવાબદાર છે. પહેલા 318 ટીમ સર્વેલાન્સમાં લાગી હતી, હવે તેની સંખ્યા 616 થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે, આ કોવિડ-19 દર્દીઓની જલદી ઓળખ અને રિકવરી રેટ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર