ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની શરૂઆત થઈ છે. કોરોના સામે લડવા તમારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થયું છે કે કેમ  તે જાણવા માટે આ વિશેષ ટેસ્ટ હાથ ધરાય છે. થાયરોકેર નામની પ્રાઇવેટ લેબે આ ટેસ્ટ શરૂ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવા પ્રકારનો બ્લડ ટેસ્ટ ૬૦૦ રૂપિયાની કિંમતે કરવામાં આવે છે. ટેસ્ટનુ નામ 'કોવિડ આઈજીજી એન્ટીબોડી' ટેસ્ટ છે. આ ટેસ્ટ આઈસીએમઆર એપ્રુવર્ડ કીટથી કરવામાં આવે છે. વ્યક્તિનું ત્રણ એમએલ બ્લડ લઇ તેનું સીરમ અલગ કરી તેને કીટ પર મૂકી તેનો ટેસ્ટ કરવામાં આવે છે. 


અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ૩૦૦૦ સરેરાશ ટેસ્ટ થયા છે. જે પૈકી ૧૦ ટકા એટલે કે ૩૦૦ લોકોમાં એન્ટી બોડી જનરેટ થયાનું ખુલ્યું છે. અમદાવાદમાં એન્ટીબોડી થતાં હજુ છ મહિનાથી વધારેનો સમય લાગશે અમદાવાદના નાગરિકોમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવવા અંગે જાગૃતિ આવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube