રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખી ખાનગી હોસ્પિટલમાં વધુ 148 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 5 ખાનગી હોસ્પિટલમાં 148 બેડની વ્યવસ્થા કોવિડના દર્દી માટે કરવામાં આવી. રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં મંગલમ હોસ્પિટલ, ઉદય હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી હોસ્પિટલ અને શ્રેયસ હોસ્પિટલમાં કોવિડ દર્દીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને હોસ્પિટલના સંચાલક સાથે બેઠક બાદ વધુ 5 હોસ્પિટલમાં કોવિડના દર્દીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભારી સચિવ અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.ડી.ઓ અનિલ રણાવસિયા તથા કોર્પોરેટર અને પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકો સાથે આજે મિટિંગમાં આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલ 14 જુલાઈ મંગળવારથી શરૂ કરવામાં આવશે.


સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’


આ છે 5 ખાનગી કોવિડ હોસ્પિટલ...


  • ન્યુ વિન્ગ વોકહાર્ટ હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ દ્રારા સંચાલિત), મંગલમ હોસ્પિટલ, 150 ફુટ રીંગરોડ, મહેસાણા બેંકની પાસે, નાલંદા સોસાયટી, રાજકોટ

  • ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્રારા સંચાલિત), રાષ્ટ્રીય શાલા મેઇન રોડ, શાળા નંબર 11 સામે, રાજકોટ

  • કર્મયોગ હોસ્પિટલ (સ્ટર્લિંગ હોસ્પિટલ સંચાલિત), વરસાણી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

  • એચ.સી.જી.હોસ્પિટલ, અસ્થા રેસિડેન્સી, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગરોડ, રાજકોટ

  • શ્રેયશ કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, વલ્લભ કથીરિયા હોપિટલ, રાજકોટ


સરકારી નોકરી મેળવવા યુવકે GPSCના પરિણામમાં કર્યાં ચેડાં, આખરે પોલ ખૂલી


રાજકોટમાં વધતા જતા કોરોના સંક્રમણ મામલે જિલ્લા કલેકટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લેવામાં આવી હતી. યુનિવર્સિટી ખાતે કોરોના કેર સેન્ટર ઉભું કરી શકાય કે કેમ તે અંગે સ્થળ તપાસ કરવામાં આવી હતી. 
યુનિવર્સિટીમાં અધ્યાપક કુટીરમાં કુલ 25 જેટલા બેડ સાથે તૈયાર રૂમ ઉપલબ્ધ છે. આ 25 રૂમ ઉપયોગ કરી શકાય. જરૂર જણાયે યુનિવર્સિટી ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવા માંગણી કરવામાં આવે તો યુનિવર્સિટી દ્વારા વહીવટી તંત્ર ને જગ્યા આપવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર