Surat News સુરત : ભાજપના નેતાઓ તથા કાર્યકરો અને પ્રદેશ પ્રખુશ વિશે આપત્તિજનક ઉચ્ચારણ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સીઆર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માગવાના કેસમાં અમદાવાદના આરોપી જિનેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની ધરપકડ કરીને સાત દિવનસા રિમાન્ડની માંગ કરી છે. જેથી તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, હોમટાઉનમાં જ ભાજપ પ્રમુખ પાટીલ પાસે 8 કરોડ ખંડણી માંગનાર પકડાયો છે. ચૂંટણીમાં 80 કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ મૂક્યો હતો. જીનેન્દ્રએ ઓગસ્ટમાં વીડિયો વાઇરલ કર્યો હતો. 80 કરોડ ચાઉં કર્યાનો આક્ષેપ અમદાવાદના યુવકે કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. જીનેન્દ્રએ 30-08-2022ના રોજ વીડિયો વાઇરલ કર્યો હતો. આવી અનેક ચૂંટણીમાં પાટીલે કેટલા કૌભાંડ કર્યા હશે તેની રજૂઆત કરવાની સાથે ભાજપ અને પાટીલ વિરુદ્ધ અપશબ્દો તેમજ બદનક્ષી થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.


અમદાવાદમા તથ્ય પટેલ જેવો બીજો અકસ્માત ! વધુ નબીરાએ BMW થી અકસ્માત સર્જ્યો


ત્યારે મૂળ યુપીના વેપારીએ અમદાવાદના આરોપી જીનેન્દ્ર શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જીતેન્દ્ર સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ઈપીકો 384, 500, 504, 501 વગેરે કલમોના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી છે. 


જેમાં જીનેન્દ્ર શાહે ભાજપને ગુંડાઓ તથા ભ્રષ્ટાચારીઓની પાર્ટી ગણાવી હતી. તેણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા ભાજપના નેતાઓ વિરુદ્ધ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્ોય હતો. તેમજ તે બીજી પાર્ટીઓનો સંપર્ક પણ કરતો હતો. અન્ય પાર્ટીઓ દ્વારા આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.


અંબાલાલ પટેલની આગાહી : ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી


ફરિયાદ મુજબ જીનેન્દ્રએ 30-08-2022ના રોજ વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉપર આક્ષેપ કર્યો હતો કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં 80 કરોડ ઉઘરાવી પાર્ટી ફંડમાં જમા કરાવ્યા ન હતા. આ માત્ર એક ચૂંટણીની રકમ નથી.