મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું.
બ્રિજેશ દોશી/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું.
મનસુખ વસાવાના રાજીનામા અંગે પાટીલે કહ્યું કે, મનસુખ વસાવાએ રાજીનામુ નથી આપ્યું, રાજીનામુ બજેટ સત્રમાં દિલ્હી જઈશ ત્યારે આપશે. બે દિવસ પહેલા મારી તેમના સાથે વાત થઈ હતી. તેઓને કેટલાક મુદ્દાઓ પર મનદુખ છે. આ મામલે અમે વાત કરી છે. સવારે મુખ્યમંત્રી સાથે મીટિંગમા આ વિશે ચર્ચા કરી હતી. આ મામલે ચર્ચા કરીને સોલ્યુશન લાવીશું. સિનિયર સાંસદની લાંગણી નહિ દુભાય તે માટે પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
આ પણ વાંચો : ચકચકિત ઔડી કારે બાળકને કચડ્યો, હચમચાવી દે તેવા CCTV ફૂટેજ જુઓ
કયા કારણોસર સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યું તે અંગે તેઓએ કહ્યું કે, આદિવાસી વિસ્તારની કેટલીક જમીનો પર ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કર્યું છે. કલેકટરે જે નંબરો જાહેર કર્યા છે તેને લઈને ગેરસમજો દૂર કરવામાં આવી રહી છે. પરંતુ કાચી એન્ટ્રી કરાવાઈ છે, તેમાં કટેલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મનસુખ વસાવવા તેઓને સમજાવવાનો પ્રયાસ કરે છે. આ ગેરસમજ અને ભ્રમ દૂર થાય તે નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. નારાજગીના કારણે તેઓએ પત્ર લખ્યો છે. તેઓ બહુ જ સેન્સીટિવ માણસ છે. લોકો માટે તેઓ લડે છે. લોકો માટે લડવાની તેમની ફરજ છે. તેમાં તેઓ સારું કામ કરતા રહે છે. પાર્ટી માટે ગૌરવની વાત છે કે આવા લોકો અમારા સાંસદ છે.