પરખ અગ્રવાલ/અંબાજી :ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) આવતીકાલે શક્તિપીઠ અંબાજીથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે. તેઓ સરહદી વિસ્તાર સહિતના 7 જિલ્લાઓનો પ્રવાસ કરશે. ત્યારે ભાજપાના પ્રદેશ મહામંત્રી અને ઉપાધ્યક્ષ આજે અંબાજી (Ambaji) છે. સીઆર પાટીલના પ્રવાસને લઈ જિલ્લા અને સ્થાનિક ભાજપા કાર્યકર્તાઓની બેઠક યોજી હતી. 3 સપ્ટેમ્બરના રોજ સીઆર પાટીલની અંબાજીમાં રક્ત તુલા કરાશે. ઢોલના ધબકારે તેઓનું સ્વાગત કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂનમની ભરતી પર આજે ભરૂચવાસીઓની નજર, જે નર્મદાની જળસપાટી વધારી શકે છે
 
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તાર સાહિતના જિલ્લાઓનો પ્રવાસ આવતીકાલે 3 સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. ત્યારે સી આર પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતેથી માં અંબાના દર્શન કરી શરૂ કરવાના છે. જેના આયોજનને લઈ ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકર ચૌધરી આજે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં સીઆર પાટીલના દર્શનથી લઇ સભા સ્થળ સુધીના સ્થળોની મુલાકાત કરી હતી. 


ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીમાં ભક્તો વગર ભાદરવી પૂનમ ઉજવાશે


અંબાજીમાં સી આર પાટીલનો પ્રવાસ સફળ બને તેવા આયોજન હાથ ધરાયા છે. સાથે જ બનાસકાંઠા જિલ્લા ભાજપના તેમજ સ્થાનિક ભાજપ મંડળના પદાધિકારીઓ સાથે પણ મીટિંગ યોજી કાર્યક્રમને સફળ બનાવા જણાવ્યું હતું. જોકે સી આર પાટીલ ઉત્તર ગુજરાતના  પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી રહ્યા છે. પાટણ ખાતે સીઆર પાટીલને સૅનેટાઇઝર તેમજ માસ્કથી તોલવામાં આવશે. જેના સૅનેટાઇઝર દેવસ્થાનોમાં તેમજ માસ્ક સફાઈ કામદારોમાં વિતરણ કરાશે. 


વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા


પાટીલની મુલાકાત પહેલા રોડ રિપેર કરાયા
ગુજરાતમાં ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યાં છે. પરંતુ જ્યારે કોઈ મોટા નેતા કોઈ શહેરની મુલાકાત લે તે પહેલા આ ખાડા પૂરાઈ જતા હોય છે. ત્યારે સીઆર પાટીલની મુલાકાત પહેલા ઉત્તર ગુજરાતમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. આવતીકાલે પાલનપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવતા હોવાથી નગરપાલિકા હરકતમાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા પાલનપુર શહેરમાં રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરવાનું શરૂ કરાયું છે. લોકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં રસ્તાઓનું સમારકામ થતું ન હતું. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ આવતા હોઈ પાલિકા સફાળી જાગી છે.