Gujarat Assembly Election બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની કેટલીક બેઠકો પર જીત ભાજપ માટે પહેલાથી જ લોખંડના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસની પહેલેથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદીાસી પટ્ટા પર મજબૂત પકડ ધરાવે છે. અહી કોંગ્રેસની વોટબેંક મજબૂત ગણાય છે. ગુજરાતની કેટલીક બેઠકો કોંગ્રેસની પરંપરાગત મતબેંક ગણાય છે. પરંતુ 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના વાવટા સંકેલાયા અને ભાજપનો ભગવો લહેરાયો છે.  ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રીજા રાજકીય પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસની બાજી બગાડી છે. આ ભાજપ સારી રીતે જાણે છે એટલે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખને આજે ખાસ ક્લાસ લેવા પડ્યા છે. પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે. જો આ હોમવર્ક ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશન 2024 માં ભાજપની તૈયારીઓ


આ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસ અને આપનું વોટબેંક ભાજપ કરતા વધુ છે. એટલે કે સમીકરણો પર એક નજર કરીએ તો, આ બેઠકો પર ત્રીજો રાજકીય પક્ષ આપ કોંગ્રેસને નડી ગયો. જો અહી આપની એન્ટ્રી ન હોય તો કોંગ્રેસની વોટબેંક વધી ગઈ હોત. આપ ન હોય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું પિક્ચર અલગ હોત. હાલ જ્યાં કોંગ્રેસ 17 સીટ પર સમેટાયું છે, તો કોંગ્રેસ વધુ બેઠકો મેળવી શક્યુ હોત. તેથી જ ભવિષ્ય પારખી ગયેલા પાટીલ હવે હોમવર્ક કરવા પર લાગ્યા છે. તેઓએ 2022 જેવી સ્થિતિ 2024 માં ન થાય તે માટે તૈયારીઓ આરંભી દીધી છે.


આ પણ વાંચો : 


ગુજરાત પોલીસનો સૌથી મોટો જાસૂસીકાંડ : પાછળ પુરાવો ન રહે તે માટે 2 કોન્સ્ટેબલે હદ કરી


રાજકોટની નર્સ સાથે બની ચોંકાવનારી ઘટના, અજાણ્યા શખ્સે ખેંચી દુષ્કર્મનો પ્રયાસ કર્યો


આ બેઠકો લોકસભામાં નડી શકે છે 


મિશન 2024 માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રદેશ કારોબારી પહેલા ખાસ બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા ધારાસભ્યો સાથે કરી હતી. આ એવી બેઠકો છે, જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હતા. આવી એક-બે નહિ, કુલ 55 જેટલી બેઠકો છે. ત્યારે આ બેઠકો પર વોટ વધારવા માટે પાટીલે કવાયત હાથ ધરી છે. પાટીલનું ફોકસ હાલ આ 55 બેઠકો છે. સીઆર પાટીલે 55 બેઠકોના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક કરી છે. 


આ 55 બેઠકો એવી છે, જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે એટલે ભાજપની વોટબેંકના મૂળિયા નબળા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી અહી જીત હાંસિલ કરી હતી. તેથી જો આ સ્થિતિ મજબૂત નહિ કરાય તો લોકસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. લોકસભાની ચૂંટણી માટે હવે બહુ જ ઓછો સમય છે, તેથી ભાજપે તેની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે સૌથી પહેલુ કામ આ 55 બેઠકોને મજબૂત કરવાનુ હાથ ધરાયું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠકો પર લીડ વધારવા ભાજપે કવાયત હાથ ધરી છે. લોકસભામાં આ પરિબળ નડે નહિ, તેથી આજે પાટીલે સ્થાનિક નેતાઓના ક્લાસ લીધા.


આ પણ વાંચો : અમરેલીના કપલનું ગામઠી સ્ટાઈલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ જોઈને આફરીન થઈ જશો, દેશી અંદાજે સૌનું મન મોહી લીધું