Reserve Bank Of India : ગુજરાત એ સુખી સંપન્ન રાજ્ય કહેવાય છે. ગુજરાતીઓ પાસે પુષ્કળ પૈસા એવુ કહેવાય છે. પરંતુ પૈસાદાર ગુજરાતમાં કેટલાય દેવાદાર પણ છે. કારણ કે, ગુજરાતમાં હવે ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોનનો ઉપયોગ વધી રહ્યો છે. એક આંકડા મુજબ, ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 50 ગણી વધીને 27 લાખને પાર થઈ ગઈ છે. જે બતાવે છે કે, ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા એકાએક વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા છુટ આપવામા આવતી પર્સનલ લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે, 2023 ના વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ 3.5 ગણું અને ક્રેડિટ કાર્ડનું પ્રમાણ 3.8 ટકા વધી ગયું છે. જોકે, માત્ર ગુજરાતમાં જ વ્યક્તિગત લોનનું પ્રમાણ 2.5 ટકા વધ્યું છે. સાથે જ ગુજરાતીઓ ક્રેડિટ કાર્ડનો પણ બેફામ ઉપયોગ કરતા થયા છે. દેશમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા ત્રણ ગણી વધી છે, પરંતુ માત્ર ગુજરાતમાં આ સંખ્યા 50 ગણી વધી છે. 


અંબાલાલ પટેલની આગાહી : બે ગ્રહોની યુતિ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે


ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા 54,742 હતી, જે 50 ટકા વધી ગઈ છે. જે 2023 માં 27,19,819 થઈ ગઈ છે. આ ભેદ 2017 થી 2023 માં છે. માત્ર 6 વર્ષના ગાળામાં આ ઉછાળો આવ્યો છે. 


આ જ રીતે ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ જુન 2017 માં માત્ર 199 કરોડ હતી, તે વધીને હવે 2023 માં 7301 કરોડ થઈ ગઈ છે. 


ફેસબુક પર પ્રેમીએ અનફ્રેન્ડ કર્યું તો ગુજરાતથી UP પહોંચી પ્રેમિકા, તૂટ્યુ દિલ


આમ, આ આંકડા બતાવે છે કે, ગુજરાતમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં સરેરાશ બાકી લેણામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં પર્સનલ લોન લેનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. પરંતુ સરેરાશ બાકી રકમમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર 2023 ના બાકી પર્સનલ લોન 2,46,707 હતી, જે જુન 2017 માં 3,22,707 હતી. જેમં લગભગ 24 ટકાનો ઘટાડો બતાવે છે. 


સામે ક્રેડિટ કાર્ડમાં સરેરાશ બાકી ઘટાડો પણ સૂચવે છે. આ રકમ 36,264 થઈ ગઈ છે. એટલે ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યામાં જંગી વધારાના કારણે કુલ બાકી રકમમાં પણ ઉછાળો આવ્યો હોવાનું કહેવાય છે. 


વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’