અંબાલાલ પટેલની આગાહી : બે ગ્રહોની યુતિ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે

Gujarat Weather Forecast : ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયામાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.... કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા.... આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી....
 

અંબાલાલ પટેલની આગાહી : બે ગ્રહોની યુતિ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે

Ambalal Patel Prediction : ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. વાતાવરણમાં ઠંડા પવનો એટલા છે કે, શરીર થથરાવી જાય છે. પરંતું હવે લોકો ઠંડી જવાની રાહ જોઈ રહ્યં છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી ક્યારે જશે અને ગરમી ક્યારે આવશે તેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ ઉત્તર પશ્વિમથી ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ સાથે જ તેમણે ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે, જેમાં હિમવર્ષા જેવી ઠંડી અનુભવાશે. ગુજરાત હિમાલય જેવુ બની જશે. 

હિમવર્ષાનો રાઉન્ડ આવશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. 

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news