અનેક ઘરોને નિશાન બનાવનાર ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ઘરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરાલા અને વર્ષોથી પરિવાર સાથે જ અમદાવાદમા રહેતો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાથેજ ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે કરી 40થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ઘરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરાલા અને વર્ષોથી પરિવાર સાથે જ અમદાવાદમા રહેતો હતો. આરોપીએ અત્યાર સુધી 40 જેટલી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી કરી હતી. નોંધનીય છે આરોપી પોષ વિસ્તારમાંજ એકલો ચોરી કરતો હતો.
લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ, યુવતીના માતાને વાગી ગોળી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોતાની અલગ જ મોડશ ઓપરેન્ડીથી ચોરી કરવા વહેલી સવારે નીકળતો હતો. ખાસ પોલીસની કે અન્ય કોઈની નજરમાં ના આવે તે માટે એકલો જ ચોરી કરવા પોતાનું હથિયાર વાંદરી પાનું અને ડિસમિસ લઈ નીકળતો હતો. એટલું જ નહીં અજિત પિલ્લાઈ પોતાની ઓળખ છુપાવા ચોરી કરી હુલિયો બદલવા ટોપી અને માસ્ક બાંધી દેતો અને વાહનમાં નંબર પ્લેટ બદલી કામ વગર પણ અનેક ગલીઓમાં આંટા મારતો જેથી પોલીસથી બચી શકે.
આરોપી અજીત લોકડાઉન દરમિયાન અનેક ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હતો. પરંતુ અગાઉ પણ બે વખત તેની ધરપકડ થઈ ચૂકેલી છે. અગાઉ વડોદરા અનેક વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીઓની પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવતા બધું જ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube