જાવેદ સૈયદ/અમદાવાદઃ આજકાલ ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધતું જાય છે. આ માટે માર્કેટમાં અનેક વેબસાઇટ હાજર છે. પરંતુ ક્યારેક ઓનલાઇનમાં છેતરપિંડી પણ કરવામાં આવે છે. આવી જ એક ગેંગનો પર્દાફાશ અમદાવાદ પોલીસે કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા ભાવે માલ આપવાની લાલચ આપીને દિલ્હી તથા હરિયાણા જેવા શહેરમાં બોલાવીને વેપારીઓનું અપહરણ કરીને લૂંટ ચલાવતી મેવાતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યના વેપારીઓને ઓનલાઇન ઈન્ડિયા માર્ટ તથા યલો પેજ નામની વેબસાઇટ પર દિલ્હી તથા ગુંડગાવ ખાલે માલની ખરીદી કરવાના બહાને બોલવવામાં આવતા હતા. ત્યારબાદ આ વેપારીઓને લઈ જઈને તેને ગોંધી રાખવામાં આવતા હતા. આ ગેંગ વેપારી પાસેથી મોટી રકમની માંગણી કરતી હતી. આ રકમ આંગણીયા મારફતે મળે પછી વેપારીઓને છોડી મુકવામાં આવતા હતા. મેવાતી ગેંગના બંન્ને આરોપીઓ પર 30 જેટલા ગુના નોંધાયેલા છે. 


ખંડણી, અપહરણ અને લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ બંન્ને આરોપીઓનું નામ મુસમ્મિલ અને આરીફ છે. આ બંન્નેની પૂછપરછ કરતા ઘણી ચોંકવનારી વિગતો સામે આવી છે. આ મેવાતી ગેંગની અન્ય પાંચ ગેંગ છે. તેમાં 15 જેટલા લોકો કામ કરે છે. આ લોકો બોગસ કંપની બનાવીને છેતરપિંડી કરતા હતા. 


હાલતો ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના સભ્યોને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે. તેમાં ઘણી વિગતો બહાર આવશે.