મૌલિક ધામેચા/અમદાવાદઃ  શહેરમાં સોની વેપારીને ધમકી આપી ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ દિલ્હીના ગેંગસ્ટર બિશ્નોઇના નામે ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી.  જોકે ખંડણી વસૂલાતી થાય  તે પહેલા પોલીસે ઝડપી લીધા છે.  આ ગેંગના ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ઝડપેલા આરોપીનું નામ સિદ્ધાર્થ ઉર્ફે સોનુ પંચાલ છે. આરોપી વાડજના ભીમજીપુરા વિસ્તારનો રહેવાસી છે. જેને પોતાની પાડોશમાં જ રહેતા વિજય કુમાર સોનીને એક ચિઠ્ઠી લખી લખી ધમકી આપી હતી. જેમાં ખંડણી પેટે ત્રણ લાખની માંગ કરવામાં આવી હતી અને જો કંઈ નહીં નહીં આપે તો દિકરાની હત્યા અને દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી. ખંડણી અને ધમકી માંગવા માટે દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર બિશ્નોઇના માણસ ઉદીત તરીકે ઓળખ આપી હતી. જોકે ખંડણીના આ ગુનામા ફરાર અન્ય બે આરોપી ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


આરોપી સિદ્ધાર્થ મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે અને પિતાના હાર્ડવેરના ધંધાનો વેપાર કરતો હતો. પરંતુ લોકડાઉન બાદ આર્થિક સંકડામણના કારણે ખંડણી માગવાનું કાવતરુ રચ્યુ હતુ. તેથી આરોપી યૂટ્યૂબ પરથી વર્ચ્યુઅલ કોલ કરવા અંગે માહિતી મેળવી ગુનાને અંજામ આપ્યો હતો.  જોકે ખંડણીની વસુલાત માટે આરોપીના અન્ય બે મિત્રો લક્કી તિવારી અને પવનની મદદ લીધી હતી માટે પોલીસે તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતી ગેંગ ઝડપાઈ  


ઝડપાયેલા આરોપીએ ખંડણી માટે ધમકી આપતો પત્ર લખ્યો  અને 3 લાખ એકઠા થાય તો સોની વેપારીના ઘરની ગેલેરીમા મુકી લાલટેન લગાવી દેવાની સુચના આપી હતી. જો કે પોલીસે આ જ સુચના આધારે છટકુ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube