મૌલિક ધામેચા/અમદાવાદ: બનાવટી દસ્તાવેજો ઉભા કરી ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી વધુ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પકડાયેલ આરોપીઓ પૈકી એક એજન્ટ કાશ્મીરનો હોવાનો પણ ખુલાસો થયો છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે હવે પાકિસ્તાન કનેક્શન અને આર્મીના ઓળખ પર અન્ય કેટલાક લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યા છે તે અંગે વેરિફિકેશન શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી; એક બે નહીં, ગુજરાતના આ નદીઓમાં આવશે વિનાશક પૂર!


પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી દસ્તાવેજો આધારે લાયસન્સ બનાવવાના કેસમાં ઝડપ્યા છે. ગાંધીનગર RTOથી ચાલતા આ રેકેટના તાર છેક જમ્મુ કશ્મીર સુધી પહોંચ્યા હતા. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ આર્મી કેન્ટોલમેન્ટના એડ્રેસનો ઉપયોગ કરી જમ્મુના લોકોને ગાંધીનગરથી લાયસન્સ ઇસ્યુ કરાવવાનું કામ કરતા. અને આ રેકેટમાં પાકિસ્તાની કનેક્શન હોવાની સંભાવના પણ ક્રાઇમ બ્રાન્ચે વ્યકત કરી છે. 


ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો


હાલ પોલીસે જમ્મુ કશ્મીરના ઉરીથી નાસર અહેમદ ઉર્ફે નઝીર મીર નામના એજન્ટની અને ગાંધીનગર RTOના એજન્ટ તરીકે કામ કરતા 3 હિતેષ લીંબાચીયા અને દિવ્યાંગ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવા 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નાસર મીરની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે કાશ્મીરના ઉરી ખાતે રહી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતો અને ગાંધીનગર એજન્ટ ધવલ રાવત સાથે મળી ખોટા ડોક્યુમેન્ટ પર છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવી ચૂક્યો છે અને તેના બદલામાં ઊંચી રકમ પણ વસૂલતો હતો. 


અમેરિકા જઈ રહેલી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ, ઈમિગ્રેશન ઓફિસરે કર્યો અભદ્ર


આ કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમની વાત માનીએ તો અત્યાર સુધીમાં બનાવટી દસ્તાવેજોના આધારે બોગસ પુરાવા ઉભા કરી સુરક્ષા દળોના ડોક્યુમેન્ટ આધારે એકાદ હજારથી વધુ લાઇસન્સ બન્યા હોઈ શકે છે. પરંતુ આ કૌભાંડમાં વધુ કેટલાક શખ્સોની સંડોવણી હોવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 


ક્રુઝ દોડાવવી કે પાણીનું લેવલ જાળવવું, ક્રુઝ સાબમરમતી નદીમાં ઉતરતા જ વિવાદ શરૂ થયો


જોકે પોલીસને 150 જેટલા લાઇસન્સ બન્યા અંગેની મળી છે. જોકે હવે બોગસ RTO લાઇસન્સ રેકેટમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ એજન્સીઓની મદદ લઇ તપાસ કરી છે ત્યારે આતંકી સંગઠનો સાથે સંપર્કમાં ધરાવતા કે પાકિસ્તાની શખ્સોની કોઈ સંડોવણી છે કે છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.


અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા