તેજસ મોદી/ અમદાવાદ: રસ્તે જતી મહિલાઓનાં ગળા માંથી ચેઈન તોડી ફરાર થવાની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ચેઈન સ્નેચિંગ કરનારાઓની અનેક ગેંગ સુરતમાં ગુનાઓ કરી રહી છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક આરોપીને ધરપકડ કરી છે, પકડાયેલા આરોપીનો સાગરિત અગાઉ પકડાયો હતો, જેથી તેને ડર હતો કે તે પકડાઈ જશે, અને તેથી જ તેને એક પછી એક નવ સોનાની ચેઈન તોડી અને બેગ સ્નેચિંગ કરી હતી. આ સમગ્ર મામલે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીની માતા પણ તેને સ્નેચિંગનો મુદ્દામાલ છુપાવવામાં મદદ કરતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોમાં પરંપરાગત ખેતીનાં બદલે ટિશ્યું કલ્ચરનો વધી રહેલો ક્રેઝ


સુરત ક્રાઈમ બ્રાંચનાં સકંજામાં ઉભેલો આ છે, સોએબખાન પઠાણ, 20 વર્ષનો સોએબ સુરત શહેરમાં પોતના મિત્ર આકિબ શેખ સાથે મળી ચેઈન સ્નેચિંગની ઘટનાએ અંજામ આપતો હતો. આ બન્નેએ અન્ય શખ્સ હમીદ બટાકા અને શાહરૂખ શેખ સાથે મળીને મોડી સાંજ થી રાત્રી દરમિયાના સ્નેચિંગ કરતા હતાં, જેમાં રસ્તે ચાલતી મહિલા કે પુરુષના ગળામાંથી ચેઈન તોડતા હતાં અથવા તો રીક્ષામાં જતા મુસાફરની બેગ કે પર્સ આંચકી લેતા હતાં. આ ચારેય આરોપીઓએ સુરતમાં 17થી વધુ ગુનાઓને અંજામ આપ્યા હતાં, દરમિયાન આકિબને થોડા દિવસ અગાઉ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો, જેને પોતાના ગુનાની કબુલાત કરી હતી, દરમિયાન પોલીસની પૂછપરછમાં આકિબે તમામ ગુનાઓમાં સોએબખાનની ભાગીદારીનો ખુલાસો કર્યો હતો, જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ સોએબને શોધી રહી હતી, જોકે તે દરમિયાન પણ સતત ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બની રહી હતી, જોકે સર્વેલન્સને આધારે સોએબખાન પણ પોલીસના હાથે ઝડપાયો હતો, જેની પાસેથી આઠ સોનાની ચેઈન અને મોબાઈલ પોલીસે જપ્ત કર્યા હતા.


વલસાડમાં 2.8ની તિવ્રતાના ધરતીકંપથી લોકોમાં ફફડાટ, કલેક્ટરે કરી આવી અપીલ


ઊંઝા લક્ષચંડી હવન: પાવર બતાવશે પાટીદારો, અમિત શાહ બનશે ખાસ મહેમાન


આકિબનાં પકડાઈ જતા બાદ પણ સોએબખાને સ્નેચિંગ ચાલુ રાખ્યું હતું, આ અંગે પોલીસ તપાસમાં ખુલાસો કર્યો હતો, કે તેને ખબર હતી કે આકિબ બાદ હતે તે પણ ગમે ત્યારે પકડાઈ જશે, તેથી પોતાની બહેનના લગ્ન અને પોતાના જામીન કરવાનો ખર્ચ કાઢવા માટે તેને નવ ગુના આચાર્યા હતા, જેમાં આઠ ચેઈન સ્નેચિંગ કરી હતી તો એક બેગ લિફ્ટિંગ કરી હતી, તમામ આરોપીઓ સદ્દામ નામના આરોપી પાસેથી મોટરસાયકલ ભાડે લેતા હતાં, જેના બદલામાં એક હજાર રૂપિયા તેને આપતા હતાં, રાત્રે અથવા વહેલી સવારે સ્નેચિંગ કર્યા બાદ આરોપો પોતાની ઓળખ છુપાવવા અને પોલીસથી બચવા ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસના ધાબા પર છુપાઈ જતા હતાં


ગુજરાતના ખેડૂતોના આજના મહત્વના ટોપ-5 સમાચાર : જુઓ આજે ક્યાં-ક્યાંના ખેડૂતો પરેશાન છે


સોએબખાને પોલીસની પૂછપરછમાં એવી પણ કબુલાત કરી છે કે આ સમગ્ર રેકેટમાં તેની માતા પણ સામેલ છે, સેન્ચિંગ કરવા માટે માતા રુકશાના ઉશ્કેરતી હતી, સાથે સ્નેચિંગ કર્યા બાદ સોએબખાન મહારષ્ટ્ર પોતાના માતા પાસે ભાગી જતો હતો અને દાગીના તેની છુપાવા આપતો હતો. ક્રાઈમ બ્રાંચે તેની માતાની ધરપકડની પણ તૈયારી કરી છે.સુરતમાં સતત ચેઈન અને મોબાઈલ સ્નેચિંગનાં ગુનાઓ બની રહ્યા છે, આ ગુનાઓને અંજામ આપતી ગેંગો પણ પકડાઈ રહી છે, જોકે તેમ છતાં ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી, કારણ કે આરોપીઓ જ્યારે પણ જેલમાંથી છૂટે છે ત્યાર બાદ ફરી એકવખત આજ ધંધો શરુ કરી છે, પકડાયેલા આરોપીઓ પણ અગાઉના ગુનામાં પકડાઈ ચુક્યા છે. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ મોટી ઘટના બની શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube