ખેડૂતોમાં પરંપરાગત ખેતીનાં બદલે ટિશ્યું કલ્ચરનો વધી રહેલો ક્રેઝ
Trending Photos
લાલજી પાનસુરિયા/ અમદાવાદ : દેશભરમાં મોટા ભાગના ખેડુતો હવે કેળા અને બાગાયતિ પાક માટે ટીશ્યું છોડ વાવતો થયો છે, તેના બંન્ને સાઇડના ફાયદા છે એક જે વેપારી ટીશ્યુંની લેબ નાખે છે તેને પણ સારી એવી આર્થિક સહાય સરકાર દ્રારા કરવામાં આવે છે અને સામે ખેડુતોને છોડની કિમતનાં પચાસ ટકા જેટલી સબસીડી પણ આપે છે. આમતો ઇઝરાઇલ ટેક્નોલોઝિ છે, પણ ભારતમાં પણ ખુબ ચલણ વધ્યું છે, તેનુ મુખ્ય કારણ એક તો છોડની ગુણવતા ખુબ સારી હોય છે. ખેતરમાં વાવ્યા બાદ મરણપણ નથી જતા સાથે સાથે સારી ગુણવાતને કારણે તેમા બેસતા ફળ અને ફ્રુટ પણ સારી ક્વોલિટીનાં મળે છે, તેના કારણે ઉત્તપાદન અને ભાવમાં પણ ફાયદો થાય છે.
છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારના ખેડુતોને સારી એવી સહાય ટીશ્યું ના છોડ વાવતા અને ખરીદતા ખેડુતોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્રારા સહાય આપવામાં આવે છે. આમતો બધા ખેડુતોને સહાય આપવામાં આવે છે પણ તેમા આદિવાસી ખેડુતો માટે વિશેષ યોજના છે. અત્રે ઉલ્લેખીય છે કે, ખેડૂતો હવે પરંપરાગત ખેતીનાં બદલે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોની આવકમાં ન માત્ર વધારો થયો છે પરંતુ તેમની મહેનતમાં પણ પ્રમાણમાં વધારો થયો છે.
ગુજરાતના ખેડૂતોના આજના મહત્વના ટોપ-5 સમાચાર : જુઓ આજે ક્યાં-ક્યાંના ખેડૂતો પરેશાન છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પરંપરાગત ખેતીનાં કારણે ખેડૂતોને વાતાવરણના મોહતાજ રહેવું પડતું હતું. જ્યારે બાગાયતી ખેતીમાં ઓછા પાણીમાં પણ પાક સારી ગુણવત્તાનો તૈયાર થતો હોવાનાં કારણે ટીશ્યું કલ્ચર તરફ ખેડુતો વળી રહ્યા છે. આનાથી ન માત્ર ખેડૂતોને ફાયદો થાય છે પરંતુ સાથે સાથે તેમની મહેનતમાં પણ પ્રમાણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત નાગરિકોને પણ ઉત્તમ ગુણવત્તાના ફળ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે