સવાર પડે ને હત્યા-લૂંટના બનાવ બને, અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાનું એપિ સેન્ટર બન્યું
કોઈ વાતનો બદલો લેવો અને બદલામાં હત્યા કરવી એ અમદાવાદ શહેરમાં ગુનાની નવી પેર્ટન બની હોય તેવું લાગે છે. આ પેટર્નના કારણે જ ક્યાંક બદલો લેવા ક્યાંક અદાવતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આ સિલસિલો રોકાય તે પણ જરૂરી બન્યું છે
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ શહેર (ahmedabad) માં 24 કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. મેઘાણીનગરમાં આવેલ જોગેશ્વરી ચાલીમાં અંગત અદાવતમાં ભર બપોરે યુવકની હત્યા (murder) કરવામાં આવી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. શહેરનો પૂર્વ વિસ્તાર જાણે ક્રાઈમ (crime) નું એપી સેન્ટર બન્યું છે. સવાર પડેને હત્યા અને લૂંટના બનાવ સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં 24 કલાકમાં જ પૂર્વ વિસ્તારમાંથી બે હત્યાના બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગરમાં આવેલા જોગેશ્વરની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કેતન દીક્ષિત નામના યુવકની સરા જાહેરમાં છરીના ઘા મારી અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. અને આરોપી બીજું કોઈ નહિ પણ, તેની જ ચાલીમાં રહેતો 21 વર્ષીય તેજસ મહેરીયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું
જોગેશ્વરી ચાલીમાં રહેતો 30 વર્ષીય કેતન દીક્ષિત બપોરના સમયે ચાલીના ગેટ આગળ રિક્ષામાં બેઠો હતો. ત્યારે તેની ચાલીમાં રહેતો અને રીક્ષા ચલાવતો આરોપી તેજસ મહેરીયા ચાલીના ગેટ આગળ બેસેલા કેતન દીક્ષિતને એક બાદ એક છરીના ઘા ગળાના ભાગે મારી તેનું મોત નિપજાવ્યું હતું. જોકે ભરબપોરે ભરચક વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બનતા અનેક સવાલો ઉભા થયા છે. હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું સામે આવી છે અને આ અંગત અદાવત જ મોતનું કારણ બન્યું છે. પોલીસ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો.
કોઈ વાતનો બદલો લેવો અને બદલામાં હત્યા કરવી એ અમદાવાદ શહેરમાં ગુનાની નવી પેર્ટન બની હોય તેવું લાગે છે. આ પેટર્નના કારણે જ ક્યાંક બદલો લેવા ક્યાંક અદાવતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આ સિલસિલો રોકાય તે પણ જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર