2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ (heavy rain) ના કારણે સૂકી ભઠ્ઠ થઈ ગયેલી રેલ નદીમાં 50 ફૂટ જેટલા વહેણમાં નવું પાણી આવ્યું છે. ત્યારે સૂકાઈ ગયેલી નદીમાં નવા નીર આવતા લોકો નદી કાંઠે જોવા ઉમટી પડ્યા

2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાની ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ (heavy rain) ના કારણે સૂકી ભઠ્ઠ થઈ ગયેલી રેલ નદીમાં 50 ફૂટ જેટલા વહેણમાં નવું પાણી આવ્યું છે. ત્યારે સૂકાઈ ગયેલી નદીમાં નવા નીર આવતા લોકો નદી કાંઠે જોવા ઉમટી પડ્યા હતા. જોકે, ધાનેરા પાલિકાએ લોકોને નદી કાંઠેથી દુર રહેવા અને સલામત રહેવાની અપીલ કરી હતી. આ એ જ રેલ નદી છે, જેણે 2015 અને 2017ના પૂરમાં બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો. રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો મહોલ છવાયો છે. 

આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં આજે અને કાલે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની માહિતી મુજબ, અરબી સમુદ્રમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આ મુજબ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. સાથે જ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં ndrdની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 

એનડીઆરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ ઉતારી છે. કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 13 થી 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં પણ એનડીઆરએફની ટીમ ઉતારાઇ છે. સાથે સાથે જિલ્લા કક્ષાએ એસડીએમની ટીમ પણ કાર્યરત રહેશે. ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ ઉપરાંત મામલતદાર ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપ્યા છે. બનાસકાંઠામા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને લઈને વડોદરાની એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ઉતારાઈ છે. આધુનિક સાધનોથી સજ્જ એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદ આવે તો પૂર બચાવ કામગીરી કરશે. સાથે-સાથે કોરોનાની મહામારીને લઈને પીપીઈ કીટ પણ એનડીઆરએફને ફાળવાઇ છે. કોરોનાને ધ્યાને રાખીને એનડીઆરએફની 21 જવાનોની ટીમ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ પેદા થાય તો બચાવ કામગીરી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news