ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના લોધિકા તાલુકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ કરેલા આપઘાતના મામલામાં પોલીસે બે શિક્ષિકા અને એક શિક્ષક સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. બીજીબાજુ એકના એક પુત્રના આપઘાતથી વ્યથિત વરૂ પરિવારે ત્રણેય શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાની માંગ કરી હતી. જોકે જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકો દોષીત જણાશે તો સસ્પેન્ડ કરવાની તૈયારી દર્શાવી છે. આપઘાત પાછળ સત્યતા શું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે,આજ બાકી હતું! અ'વાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપ


  • એકમ કસોટીના પેપર મુદ્દે વિદ્યાર્થીનો આપઘાત..

  • શિક્ષકોને પોલીસમાં પકડાવી દેવાનો ડારો મોંઘો પડ્યો..

  • શું વિદ્યાર્થી ઘરે થી પેપર લખી આવતા શિક્ષકે પકડાયો કે અન્ય કોઈ કારણ?


આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે લાંબી રાહ! દિવાળી પર પ્લાન હોય તો જાણી લેજો!


મોટાવડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો અને છાપરા ગામમાં રહેતા 16 વર્ષીય ધ્રુવીલ ભરતભાઈ વરૂએ શનિવારે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. ધ્રુવીલે સ્યૂસાઇડ નોટ લખી હતી તેમજ આપઘાત પૂર્વે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેને પોતાની શાળાના બે શિક્ષિકા અને એક શિક્ષકના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. મેટોડા પોલીસે વિડીયો અને સ્યુસાઇડ નોટ આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. 


પોલીસના જણાવ્યા મુજબ, ધ્રુવીલ એક બહેનનો એકનો એક ભાઈ હતો. એકના એક પુત્રના આપઘાતથી સ્તબ્ધ વરૂ પરિવાર રવિવારે મેટોડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મૃતક ધ્રુવીલના પિતા ભરતભાઇ વરૂની ફરિયાદ પરથી પોલીસે મોટાવડાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મોસમી શાહ, સચિન વ્યાસ અને વિભૂતિ જોષી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. મૃતક ધ્રુવીલ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. હાલમાં શાળામાં પરીક્ષા ચાલી રહી હોય ઉપરોક્ત ત્રણેય શિક્ષકોએ ધ્રુવીલ પર પરીક્ષામાં ચોરી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. 


કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?


શનિવારે સવારે 11.30 વાગ્યે શાળામાંથી છૂટીને પોતાના ઘરે જતો હતો ત્યારે ફરીથી શિક્ષકે તેને શાળામાં બોલાવ્યો હતો અને પરીક્ષામાં ચોરી કરશ તેમ કહી ધમકાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી અને સોમવારે સ્કૂલે આવ ત્યારે માતા-પિતાને લઈને આવવા દબાણ કર્યું હતું. શિક્ષકોની ધમકીથી ધ્રુવીલ ગભરાઇ ગયો હતો અને પોલીસ સોમવારે તેને ઉઠાવી જશે તેવો ભય લાગતાં ધ્રુવીલે ઘરે જઇ સ્યૂસાઇડ નોટ લખી હતી વીડિયો બનાવ્યો હતો જેમાં પણ ઉપરોક્ત ત્રણ શિક્ષકના ત્રાસથી આપઘાત કરતો હોવાનું સ્પષ્ટ કહ્યું હતું. પોલીસે ગુનો નોંધી ત્રણેય શિક્ષકની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી. 


તો બીજી તરફ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યુ કે, હાલ આચાર્ય સહિત 3 શિક્ષક હાલ ફરજ બજાવતા નથી. પોલીસ તપાસમાં શિક્ષકો દોષિત સાબિત થશે તો તેમને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરાવવામાં આવી છે પરંતુ અપ મૃત્યુનો કેસ છે. પોલીસ કેસ થયેલો છે અને ફોજદારી ગુનો નોંધાયેલો છે. ફોજદારી રાહે પોલીસ તપાસ થઈ રહી છે ત્યારે શિક્ષણ તંત્ર પોલીસની સાથે છે. પોલીસ ખાતાને આધીન શિક્ષણ તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે. 


તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલની સૌથી મોટી આગાહી


મોટાવડા સ્કૂલમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીના મિત્રના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામજનો અને સરપંચના નિવેદન લેવામાં આવ્યા છે. આ સ્કૂલમાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 3 શિક્ષકો સામે પોલિસે ગુનો નોંધ્યો છે. આચાર્ય સચિન વ્યાસ, મોસમી શાહ અને વિભૂતિ જોષી સામે પોલિસ ફરીયાદ નોંધાઈ છે ત્યારે હાલ આચાર્ય સહિત 3 શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા નથી. જેની બદલે 1 શિક્ષક મૂકવામાં આવ્યા છે. જેથી 2 શિક્ષક ભણાવી રહ્યા છે. આવતીકાલે વધુ 1 શિક્ષક ફરજ માટે મૂકવામાં આવ્યા છે. 


હાલ પોલીસે આપઘાત કેસમાં શિક્ષકો સામે આપઘાત કરવા મજબુર થવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીએ ચોરી કરી હતી તો કઈ રીતે કરી અને શિક્ષકોએ વિદ્યાર્થીને પોલીસમાં પકડાવી દેવાનું દબાણ કર્યું હતું તો કેવા સંજોગોમાં કર્યું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું.


ગુજરાતભરની બધી સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ! જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા