ચેતન પટેલ/સુરત :ભારતના ધનાઢ્ય લોકોનું નામ ધારણ કરી સમાજના પ્રતિષ્ઠિત લોકોને વોટ્સએપ કોલ કરીને છેતરી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય રાજસ્થાની ઠગ ટોળકીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી છે. જેમની પાસેથી પોલીસે રૂપિયા 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 માર્ચના રોજ મહાશિવરાત્રીના રોજ સાંજના સમયે પ્રતિભા પવિંગ મિલના માલિક પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં ‘પ્રશાંત બાંગર શ્રી સીમેન્ટના માલિક વાત કરું છું અને મુંબઈમાં રૂપિયા 40 લાખની તાત્કાલિક જરુર છે આપને હુ સુરત ખાતે એક કલાકમાં 40 લાખ પહોંચાડી દઉ છું’ તેવી વાત કરીને આંગડીયા પેઢી મારફતે મંબઈ ખાતે રૂપિયા 40 લાખ સ્વીકારી લઈ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જે અંગે ક્રાઇમ બ્રાંચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. દરમિયાન ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે, સંગીની માર્કેટ પુણાગામ પાસેથી બાલેનો કારમાં પ્રતિષ્ઠિત લોકોને કોલ કરી રૂપિયા પડાવનાર ગેંગ ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે કારમાંથી 3 લોકોને ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી પોલીસે રોકડ 19.90 લાખ તેમજ મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ દશરથસીંગ ઉર્ફે નરેન્દ્રસીંગ રાજપુરોહીત, દલપતસીંગ ભવરસીંગ વાધેલા તથા મોહનસીંગ ઉર્ફે ગુણેશસીંગ રાજપુરોહીત જણાવ્યું હતું.


આ પણ વાંચો : હાર્દિકના નવાજૂનીના એંધાણ, રાહુલ ગાંધીને કારણે થઈ ગયો કોંગ્રેસથી મોહભંગ


આરોપીઓની મળેલ રોકડ રકમ બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દશરથસીંગ અગાઉ પોતે રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી તેમની પાસેથી સમાજના પ્રતિષ્ઠીત માણસનુ નામ ધારણ કરી તેવા ઇસમો પાસેથી અરજન્ટમાં આંગડીયામા કે હવાલાથી રકમ જોઈએ તેમ કહી રોકડ રકમ મેળવી ચીટીંગ કરતો હતો. આજથી આશરે અઢી ત્રણેક મહીના અગાઉ પોતે તથા ગૌતમ રાજપુરોહીત, મીઠારામ ચૌધરી તથા વીકમર્સીહ સાથે મળી ગુના આચરવા માટે રાજસ્થાનના જુદા જુદા સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો અંગેની માહિતી ગુગલ પરથી મેળવી લેતો હતો. યાદીમાં જણાવેલ લોકો પૈકીના શ્રી સીમેન્ટના માલીક શ્રી પ્રશાંત બાંગરની નામ સરનામા તથા મોબાઇલ નંબર અંગેની માહીતી મેળવી તેમના સમકક્ષ એવા તથા તેમના ગામના કે આજુબાજુ કે, નજીકના હોય તેવા ઇસમો અંગે માહિતી તપાસતા હતા. જેમાં સુરતના પ્રતીભા ફેબ્રીકસના માલિકના નામ સરનામા, મોબાઇલ નંબર વિગેરેની માહીતી મેળવી તેમની પાસેથી મુંબઇ ખાતે અરજન્ટ પેમેન્ટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી રોકડ રકમ મંગાવી હતી. જ્યાં ઉપાડ કરવા માટે અગાઉથી પોતાના સાગરીત મીઠારામ ચૌધરીને મુંબઈ મોકલી આપ્યો હતો. મીઠારામ મુંબઇ પહોંચતા પોતાની પાસેના નવા ખરીદેલ મોબાઇલ ફોન તથા સીમ દ્વારા પોતે પ્રતીભા ફેબ્રિકના માલિકને વોટ્સએપ કોલ કરી પોતાનો પરિચય શ્રી સીમેન્ટના માલીક પ્રશાંત બાંગર તરીકેનો આપી ‘અરજન્ટમાં મુંબઇ ખાતે રૂપિયા 40 લાખ આપવા છે તમે તમારા કોઇ આંગડીયા મારફતે રકમ ત્યા અપાવી દો પોતે થોડી જ વારમાં તમને પૈસા પરત મોકલી આપુ છુ’ તેમ જણાવતા તેઓએ તેમના મેનેજર કેશિયરનો મોબાઇલ નંબર આપી, તેઓ તમને રકમ મોક્લી આપશે તેવી વાત કરી હતી.


આ પણ વાંચો : શિક્ષણધામ બન્યુ રાજકીય અખાડો, ABVP નેતાઓએ હદ વટાવી, આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા


જેથી તેમના મેનેજરને વોટ્સએપ કોલ દ્વારા રૂપીયા પાંચની નોટનો ટોકન નંબર તથા રકમ લેવા આવનારનું નામ અને મોબાઇલ નંબર મોકલી આપતા તેઓએ મુંબઇના કાલબાદેવી ખાતેના આંગડીયા સોમા રામદાસ ખાતેથી રકમ મેળવી લેવા કહેતા તુરંત જ પોતાના સાગરીત મીઠારામ ચૌધરીને સોમરામદાસ આંગડીયા પેઢી પર જઇ ટોકનની રૂપિયા પાંચની નોટ આંગડીયા પેઢીમાં આપવા કહી ત્યાથી રૂ.૪૦ લાખ લઈ આવવા કહ્યું હતું. આમ મીઠારામ રૂપિયા ૪૦ લાખ લઈ આવતા બાદમાં આ રકમ પોતાની રીતે વહેંચી લીધી હતી. હાલ આ ગેંગ એ અગાઉ ક્યાં ક્યાં રાજ્યોમાં આ રીતની છેતરપીંડી કરી છે તે અંગે જાણવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે તેવુ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ લલિત વાઘડિયાએ જણાવ્યું. 


આ પણ વાંચો :


વિકાસનુ આ તે કેવુ મોડલ? કાગળ પર કરોડો ખર્ચાયા છતા ડાંગના આદિવાસીઓ તરસ્યા છે