પાટણ: આજે પાલીકાના નવીન ભવનના ઉદ્ઘાટન  તેમજ અન્ય કામોના ખાત  મુહૂર્ત  પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી પાટણ ની મુલાકાતે આવ્યા હતા જ્યાં મોટી સંખ્યા માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા જે ને લઈ કાર્યક્રમ માં સોસિયલ ડિસ્ટન્સ નો અભાવ પણ જોવા મળ્યો હતો તો આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી એ તેમના નિવેદન માં ખેલૈયા ઓ માટે સારા સમાચાર આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના મેયરનો અનોખો અભિગમ: તમે પણ કહેશો કે વાહ મેયર હોય તો આવા નહી તો ન હોય !


પાટણ ખાતે પાલીકા ના નવીન ભવન ના ઉદ્ઘાટન સહિત અન્ય સંસ્થાઓ ના ખાત મુહૂર્ત પ્રસંગે આજે રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ પાટણ આવ્યા હતા જ્યાં મોટી સંખ્યા માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. તો આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, અનલોક 5 ની જે ગાઈડ લાઇન જાહેર થવા પામી છે તેમાં 200 લોકો એકઠા થઇ શકે છે.


મહીસાગર APMC માં મહાકૌભાંડ, સસ્તા ચણા ખરીદી ખેડૂતના નામે ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ


નવરાત્રી મામલે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે આ નિવેદન શેરી ગરબાઓના ખેલૈયાઓ માટે મોટુ છે. સરકારે જાહેર સ્થળોએ યોજાતા મોટા ગરબા પર રોક લગાવી છે તેમ પણ જણાવ્યું હતું. વધુ માં સ્કૂલ ફી મામલે નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે શાળાઓ માત્ર 25 ટકા ટ્યૂશન ફી જ વસૂલી શકશે. અન્ય ફી શાળા વસૂલી શકશે નહીં તેવી શાળાને સૂચના આપી હતી. વીસીઈની હડતાલ મામલે નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર શક્ય હોય તેટલી માગણી  ધ્યાને લઇ નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું.


સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જ જોઇએ, કોઇ પણ નિયમનો ભંગ કરે સાંખી નહી લેવાય : નીતિન પટેલ


અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે જ નીતિન પટેલ દ્વારા એક કાર્યક્રમ અનુસંધાને પુછવામાં આવતા કડક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોરોના ગાઇડલાઇનના નિયમો તમામ લોકોએ માનવા જ પડશે. કોઇ પણ આ નિયમોનો ભંગ કરશે તો ચલાવી લેવામાં નહી આવે પછી તે રાજકારણી હોય કે કોઇ પણ પક્ષની વ્યક્તિ હોય. આ નિવેદન આપ્યાના બીજા જ દિવસે તેમના કાર્યક્રમમાં લોકોનાં ટોળે ટોળા થયા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube