મુસ્તાક દલ/ અમદાવાદ: દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવાનું પણ એક અનોખું મહત્વ રહેલું છે. ત્યારે નાના ભૂલકાઓથી માંડી મોટેરઑ તમામ ફટાકડા ફોડે છે. પર઼તુ ક્યાંકને ક્યાંક ફટાકડાઓમાં સતત ભાવ વધારા અને મંદીના માહોલ વચ્ચે પણ હવે દિવાળીના છેલ્લા દિવસોમાં જુદી જુદી બજારોમાં ફટાકડાની ખરીદીની માહોલ જોવા મળી રહ્યો છે. હાલ એક પ્રકારે મંદીનું વાતાવરણ હોઇ જામનગર સહિત ગુજરાતનાં મોટા ભાગનાં બજારોમાં મંદી જોવા મળી રહી હતી. જો કે હવે છેલ્લા સમયે ખરીદી કરવા માટે પડાપડી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: 800 કરોડના ખર્ચે નિર્મિત વિકાસકાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ


દિવાળીના તહેવારમાં ફટાકડાની બજારમાં અવનવી આઇટમો ફટાકડા ફોડતા શોખીનોમાં આકર્ષણ જગાવે છે. ત્યારે આ વર્ષે પણ ખાસ કરીને જામનગરની બજારોમાં આકાશી ફટાકડાનું આકર્ષણ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે પણ 15 થી 25 ટકા જેટલો ફટાકડામાં ભાવ વધારો આવ્યો છે. જેની અસર છેલ્લા એક સપ્તાહથી જોવા મળી હતી, પરંતુ હવે જ્યારે દિવાળીને એક જ દિવસ બાકી છે ત્યારે ધીમે ધીમે બજારમાં ખાસ કરીને ફટાકડાઓની જુદીજુદી બજારોમાં લોકોની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. જ્યારે ગ્રાહકોની હાજરીથી હવે વેપારીઓમાં પણ આશા જાગી છે અને પોતાનો સ્ટોક સંપૂર્ણપણે વેચાઈ જશે અને સારા વેપારની પણ વેપારીઓને આશા રાખી રહ્યા છે.


શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન


સુરત પોલીસ કમિશ્નરે પીસીઆર વાનનું પુજન કર્યું, સમસ્યાઓ અંગે પણ તપાસ કરી


જોકે ફટાકડા ખરીદવા આવતા લોકો પણ ફટાકડામાં ક્યાંક ને કયાંક સતત જોવા મળતાં ભાવ વધારાને લઇને થોડાં નાખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ પોતાની ખરીદીમાં થોડો કપાત રાખીને પણ દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. જો આ સતત વધતા ફટાકડાના ભાવ વધારામાં થોડોક અંકુશ રાખવામાં આવે તો લોકો મન મૂકીને ફટાકડાની પણ ખરીદી કરી શકે તેવી માંગ કરી.