સુરત પોલીસ કમિશ્નરે પીસીઆર વાનનું પુજન કર્યું, સમસ્યાઓ અંગે પણ તપાસ કરી

સુરત પોલીસ કમિશ્નનરે સુરતીઓની દિવાળી સુખદ રહે તે માટેની વ્યવસ્થા કરી હતી

સુરત પોલીસ કમિશ્નરે પીસીઆર વાનનું પુજન કર્યું, સમસ્યાઓ અંગે પણ તપાસ કરી

તેજસ મોદી/સુરત : એસી ઓફીસમાં નહીં બેસવા ટેવાયેલા સુરતના નવા પોલીસ કમિશ્નર આર બી બ્રમભટ્ટ એક્શન મોડમાં આવી ગયા છે. હમેશા ફિલ્ડ વર્કની કામગીરીને મહત્વ આપનારા બ્રમભટ્ટ દ્વારા દિવાળીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત બનાવવા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં જાતે જ પેટ્રોલિંગ અને કોમ્બિંગ પોલીસ કમિશ્નર બ્રમભટ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આર બી બ્રમભટ્ટ દ્વારા સુરત પોલીસની મહત્વની ગણાતી પીસીઆર વાનના ચાલકો સાથે મુલકાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ધનતેરસનો અવસર હોઇ પુજનવિધિ પણ કરવામાં આવી હતી.

ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન
સુરતમાં હાલ 60 જેટલી પીસીઆર વાન કાર્યરત છે, આ તમામના ડ્રાઈવર અને પોલીસકર્મીઓ સાથે બ્રમભટ્ટે સીધી વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી હતી, પોલીસકર્મીઓની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની સાથે યોગ્ય માર્ગદશન પણ બ્રમભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. ઝી ૨૪ કલાક સાથેની એક્સ્લુસીવ વાતચીતમાં સીપી આર બી બ્રમભટ્ટે કહ્યું હતું કે લોકો પાસે ડોક્યુમેન્ટની માંગણી કરતી પોલીસ પાસે પણ તમામ જરૂરી પુરાવા હોવા જોઈએ અને તે માટે સૂચના આપવામાં આવી છે, સાથે જ દિવાળીમાં ખાસ પેટ્રોલિંગ કરવા અંગે માર્ગદશન આપવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર આર બી બ્રમભટ્ટે લોકોને અપીલ કરી હતી કે બંધ ઘરમાં કિમતી વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી રાખે નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news