મણિનગરમાં 10 દિવસની બાળકી ત્યજી દેનાર ક્રૂર મહિલા ઝડપાઇ, પોલીસને પણ ગોથે ચડાવી
* મણિનગર માં બાળકીને ત્યજી દેનાર ઝડપાયા
* રાજેસ્થાનની મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ
* બાળકીને મંદિર ના ઓટલે મૂકીને થયા હતા ફરાર
* સીસીટીવી ફુટેજના આધારે પોલીસે કરી ધરપકડ
ઉદય રંજન/અમદાવાદ :: મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે એક મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી. પોલીસે 200 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપી સુધી પહોંચી. આરોપી તો પકડાયા પરંતુ બાળકી કોની તે હજુ પણ રહસ્યમય. પોલીસે કડી મેળવવા આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.
ભરૂચમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો, પરિવારનો આક્રંદ
મણિનગરમાં જોગણી માતાજીના મંદિર 10 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનાર ઝડપાયા. ફતેહવાડીમાં રહેતો રીક્ષા ચાલક મુસ્તફા અજમેરી અને રાજેસ્થાનની મહિલા પ્રશ્નના પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. આ બન્ને આરોપી બાળકીએ મંદિરના ઓટલે મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજમાં એક રીક્ષાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે આ ફુટેજને લઇને જુદાજુદા વિસ્તારમાંથી 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા. ફતેવાડીમાં રહેતા રિક્ષાચાલક મુસ્તફા અજમેરી સુધી પહોંચી. રીક્ષા ચાલકની પૂછપરછમાં બાળકને ત્યજી દેવાનો ભેદ ઉકેલાયો. આ બાળકને રાજસ્થાની મહીલા લાવી હોવાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી.
અહો વૈચિત્રમ! જૂનાગઢમાં મેળો થશે કે નહી તે ખબર નથી ત્યાં પાલિકાએ પ્લોટની હરાજી પણ શરૂ કરી દીધી
બાળકને ત્યજી દેવાના કેસમાં મહિલા આરોપી પોલીસને જુદા જુદા નિવેદન આપી રહી છે. આ દસ દિવસનું બાળક તેને સીટીએમ નજીક એક બસ સ્ટેન્ડ નજીકથી મળ્યું હોવાનું કહી રહી છે. બાળકને ત્યજી દેવાની સલાહ રીક્ષા ચાલક મુસ્તાફ આપી હોવાનો બચાવ કરી રહી છે. પરંતુ મહિલાના નિવેદન શંકાસ્પદ છે કારણકે મહિલા 15 દિવસ પહેલા અમદાવાદ આવી હતી. પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજેસ્થાનમાં વિનોદ પ્રજાપતિ સાથે રહે છે. વિનોદ પરણિત હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મહિલા બાળક રસ્તામાં મળ્યું હોવાનું સતત રટણ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આ મહિલા બાળકને ઉઠાવીને લાવી હોય અથવા તો હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી હોઈ શકે. હાલમાં તો પોલીસે બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. મણિનગર પોલીસને બાળકીને ત્યજી દેનાર આરોપીને પકડવામાં તો સફળતા મળી. પરંતુ બાળકીની ઓળખ હજુ રહસ્યમય છે. હાલમાં પોલીસે મહિલા આરોપીના મોબાઈલની કોલ ડિટેઇલ્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube