ગુજરાત પર વાવાઝોડાની ઘાત, પોરબંદર પર લગાવાયું સિગ્નલ નંબર 1
આ અંગે માછીમારોને સુચના આપવામાં આવી છે
પોરબંદર : પોરબંદરના બંદર પર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ GMB દ્વારા સાવચેતીના ભાગરુપે બુધવારથી એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હકીકતમાં એડનના અખાતમાં ડીપ ડિપ્રેશન સર્જાતા પોરબંદરના બંદર પર આ સિગ્નલ લગડવામાં આવ્યું છે. એડનથી લગભગ 540 કી.મી પૂર્વીય અને 420 કિ.મી. સ્કૉટ્રા આઇલેન્ડના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમના ભાગે આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન વધુ તીવ્ર થવાની શક્યતા છે જેમાં પવનની ઝડપ 65 કિ.મી. પ્રતિ કલાક જેટલી થઈ શકે છે. આ અંગે માછીમારોને સુચના આપવામાં આવી છે કે તેઓ ગલ્ફ એડન અને આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં માછીમારી કરવા ન જાય. હાલમાં પોરબંદરના બંદર પર આ ડિપ્રેશનની કોઈ અસર થવાની શક્યતાઓ નહીવત જોવાઈ રહી છે.
ગુજરાતના દરિયા કિનારાને અસર કરતું વાવાઝોડું સાગર આગામી 48 કલાકમાં ગુજરાત પર ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાવાઝોડા સાગરની અસર તળે ધોરાજી વિસ્તારમાં ભારે પવન સાથે હવાનું હળવું દબાણ સર્જાતા આસપાસના વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટની 'રાઝી'ની ધડબડાટી
વાવાઝોડા સાગરની અસર તળે ધોરાજી, ભેંસાણ, વિસાવદર, માણાવદર, પોરબંદર, જાફરાબાદમાં વાતાવરણમાં પલટો અનુભવાયો હતો. અહીં અડધા કલાકમાં જ અડધો ઈંચ વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડકવાળું થઈ ગયું હતું. જોકે અનેક જગ્યાએ ધૂળની આંધી જોવા મળી હતી.