Gujarat Floods : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. આશના વાવાઝોડું કચ્છને અડીને જતું રહ્યું, પણ તેમાં કોઈ મોટું નુકસાન ન થયું. જોકે, ગુજરાતથી બાયપાસ થઈ ગયેલુ વાવાઝોડું આખા ગુજરાતમાં તબાહી મચાવીને ગયું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં વરસાદી તબાહીએ 35 લોકોનો જીવ લીધો. એટલું જ નહિ, સમગ્ર રાજ્ય દરમિયાન કુલ 5000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ડીપ ડિપ્રેશનની અસરથી ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ખાનાખરાબી સર્જાઈ. કુલ 12 હજાર જિલ્લા સ્થળઓએ લાઈટ ગુલ થઈ હતી. જેમાંથી 500 જગ્યાઓએ તો આજે પણ લાઈટ નથી આવી. ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે. પાંચ દિવસ થઈ ગયા, હજી પણ અનેક જિલ્લાઓમાં પૂરના પાણી ઓસર્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમા બનેલી મહત્વની દુર્ઘટનાઓ
તા.૩૦/૦૮/૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે પાણીમાં ડુબી જવાથી ૦૧ વ્યક્તિનું મૃત્યુ થયેલ છે. રાજ્યમા ભારે વરસાદને કારણે કરવામા રાહત બચાવની કામગીરી કરાઈ.. તા.૩૦/૦૮/૨૦૨૪ના રોજ કુલ-૮૯૦ (કચ્છ-૧૮૧, જામનગર-૩૩૩, પોરબંદર-૧૮૧, આણંદ-૧૨૫, ખેડા-૪૮, ભરૂચ-૩, દેવભુમી દ્વારકા-૧૯) વ્યક્તિઓના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી આવેલ છે તથા કુલ-૩૯૬૧ (કચ્છ-૨૬૭૯, અમદાવાદ-૧૯૯, જામનગર-૧૨૫, પોરબંદર-૫૯૪, આણંદ-૧૨૫,ભરૂચ-૧૮૩, દેવભુમી દ્વારકા-૫૬) વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું. 


[[{"fid":"585872","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"migration_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"migration_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"migration_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"migration_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"migration_zee.jpg","title":"migration_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


  • છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ.

  • ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો

  • ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા યથાવત

  • સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો


આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા એ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.