Gujarat Wether Forecast : 7 કલાક બાદ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 210 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું કે, આજે સાંજના સમયે જખૌ પોર્ટની નજીક વાવાઝોડું ટકરાશે. જેને કારણે આજે સિવિયર રેન ફોલ થશે. ત્રણ દિવસ વરસાદ રહેશે. આજે ભારે પવન ફૂંકાશે. જેને કારણે કચ્છમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. વાવાઝોડાનો 500 km નો ઘેરાવો રહી શકે છે. જામનગર, કચ્છ અને દ્વારકામાં વધુ અસર રહેશે. વાવાઝોડાની આઈનો ઘેરાવો 50-60 km નો રહેશે. 


અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે


આવી હશે વાવાઝોડાની ટકરાવાની પેર્ટન
વાવાઝોડું ટકરાવાનું છે તે વચ્ચે વાવાઝોડું ટકરાવાની પેટર્ન પર પણ એક નજર કરી લઈએ. નિષ્ણાતોએ આપેલી માહિતી અનુસાર, વાવાઝોડું એક નહિ, બે થપાટ મારવાનું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે, બે વખત ગુજરાતના દરિયાકાંઠે થપાટ મારશે. વાવાઝોડાના ટકરાવાના જુદા જુદા લેયર હશે. એક-બે લેયર બાદ પવનની ગતિ ઘટી જશે. તેના બાદ ફરીથી પવન ફૂંકાશે. 


વાવાઝોડાના ડરથી આખું કંડલા પોર્ટ ખાલી થઈ ગયું, PHOTOs માં જુઓ બંદરનો સુમસાન નજારો