વાવાઝોડાના ડરથી આખું કંડલા પોર્ટ ખાલી થઈ ગયું, PHOTOs માં જુઓ બંદરનો સુમસાન નજારો
Biparjoy Cyclonic Storms : બિપોરજોય સાયક્લોન બિપરજોયને ગુજરાત કાંઠે ટકરાવવાને ગણતરીના કલાકો જ બાકી છે. વાવાઝોડું સીધું કચ્છના જખૌ પર ટકરવાનું છે. જેથી આખું હાલ જખૌમાં તોફાન પહેલાની શાંતિ હોય એવો માહોલ જોવા મળ્યો છે. મોડી રાતથી અત્યાર સુધી ક્યાંય વરસાદ નથી. આગાહીથી વિપરીત પવનની ગતિ પણ હાલ સામાન્યથી આંશિક જ વધારે છે. જેથી ઉદ્યોગો અને ટ્રકની અવરજવરથી સતત ધમધમતો સમગ્ર વિસ્તાર હાલ સુમસાન બન્યો છે. સેંકડો શ્રમિકો અને કામદારો વિના કંડલા પોર્ટ પણ સુમસાન બન્યો છે. અતિ વિશાળ મશનરીઓ અને વાહનોની અવરજવર થંભી ગઈ છે. પોર્ટ કિનારે દરિયો હાલ શાંત થઈ છે, પરંતુ પવનની ગતિ વધારે છે. હાલ ક્યાંય વરસાદ નથી, તાપ નીકળતા હાલ રાહત છે. સુરક્ષાના કારણોસર પોલીસ અને cisf નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાંજે 4 થી 8 દરમ્યાન જખૌ અને માંડવી વચ્ચે ચક્રવાત બિપરજોય ટકરાવવાની આગાહી કરાઈ છે.
Trending Photos